Charotar Sandesh
ઈન્ડિયા

દિલ્હી સહિત ઉત્તર ભારત ગાઢ ધુમ્મસની ચપેટમાં : ૪૬ ફ્લાઇટ્‌સ ડાયવર્ટ, ૧૭થી વધુ ટ્રેન રદ…

લઘુતમ તાપમાન ૬.૪ ડિગ્રી નોંધાયુ…

ન્યુ દિલ્હી : ઉત્તર ભારતમાં શીતલહેરની અસર દેખાવાની શરૂઆત થઇ ગઇ છે. શનિવારે દેશભરમાં ઠંડીના કારણે સવારથી રસ્તાઓ પર ઓછી ચહલપહલ દેખાઇ હતી. સૌથી વધારે દેશની રાજધાની દિલ્હી પ્રભાવિત છે. અહીં લઘુતમ તાપમાન ૬.૪ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગ પ્રમાણે શહેરમાં શનિવારે ઠંડીની પરિસ્થિતિ યથાવત રહેશે. ધુમ્મસ અને ખરાબ વિઝિબિલીટીના કારણે શુક્રવાર મોડી રાત સુધી ૪૬ ફ્લાઇટ્‌સ આસપાસના એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. બીજી તરફ ૧૭થી વધુ ટ્રેન બે કલાકથી વધુ મોડી ચાલી રહી છે.

એરપોર્ટના અધિકારીઓ પ્રમાણે શુક્રવારે રાત્રે ૮.૩૦ સુધી ૧૨ ફ્લાઇટ્‌સને બીજા એરપોર્ટ પર લેન્ડ કરાવવામાં આવી હતી. શનિવારે ઝરમર વરસાદની આશંકા છે. તેથી ફ્લાઇટનું સંચાન પ્રભાવિત રહી શકે છે. દિલ્હી એરપોર્ટે તેમના ટિ્‌વટર હેન્ડલ મારફતે મુસાફરોને ફ્લાઇટ્‌સના અરાઇવલ-ડિપાર્ચર ટાઇમની જાણકારી લેવા માટે કહ્યું છે.

હવામાન વિભાગ પ્રમાણે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર, અસમ અને મેઘાલયમાં સવારે ૫.૩૦ વાગ્યા સુધી ભયંકર ધુ્‌મ્મસ છવાયેલું રહેશે. તે સિવાય પશ્વિમ બંગાળ, ઓડિશામાં પણ શીતલહેરની સ્થિતિ બરકરાર છે. જમ્મૂ-કાશ્મીર, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં શનિવારે ઠંડી હવાઓ ચાલશે.

ખરાબ હવામાનને કારણે ૨૭૦ કિમી લાંબા જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પરનો ટ્રાફિક થોડાક સમય માટે સૃથગિત કરવામાં આવ્યો હતો. લદ્દાખના દ્રાસમાં માઇનસ ૧૬.૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. હરિયાણાના હિસારમાં ૪.૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.

Related posts

આઈટી વિભાગનો સપાટો : દિશમાન ગ્રુપનાં ૧૭૦૦ કરોડથી વધુનાં બેનામી વ્યવહારો મળ્યા…

Charotar Sandesh

નાગરિકતા કાયદા સાથે દેશના મુસલમાનોને કોઈ લેવા-દેવા નથી : વડાપ્રધાન મોદી

Charotar Sandesh

રસીના બે ડોઝ બાદ એન્ટીબોડી ટેસ્ટ કરાવવાની જરુર નથી : નીતિ આયોગ સભ્ય

Charotar Sandesh