Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

‘દીકરા તું આવતો કેમ નથી… તૂ તો મારો ભગવાન છે…’

  • જ્યારે વૃદ્ધાશ્રમની 23 માતાઓ પોતાના માનસપુત્ર પી.એસ.આઈ.રણજીતસિંહ ખાંટ ને ભેટી રડી રહી ત્યારે…

“મીઠા મધુ ને મીઠા મોરલા રે લોલ, એથી મીઠી છે મોરી માત,
આ જનનીની જોડ સખી નહિ જડે રે લોલ…”

સર્વ માન્ય રીતે ચોર, લૂંટારા, ગુંડાઓ, હત્યારાઓ સહિત અસામાજિકતત્વો નો કે રાજકીય પીઠ્ઠુઓના અડ્ડા તરીકે બદનામ પોલીસ સ્ટેશનમાં ”માતૃત્વ” ના પવિત્ર પગલાં પડે તે કલ્પી પણ શકાય ? શહેર,ગ્રામ્ય,સમાજ,અને દેશનું હરપળ રખોપુ કરવા છતાં બદનામ એવા ખાખીધારીના મસ્તિષ્ક ઉપર એક બે નહીં પરંતુ ત્રેવીસ વૃદ્ધ માતાઓ દ્વારા ”માતૃત્વ”નો ધોધ વરસાવતા કરકમળ વ્હાલ ઉલાળે ત્યારે આ ઘટના સીધી ગળે ઉતરે નહીં,પરંતુ આણંદ જીલ્લાના ઉમરેઠ પોલીસ સ્ટેશન માં આ હકીકત સત્ય બની છે.

ઉમરેઠ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.એસ.આઈ રણજીતસિંહ ખાંટ આગાઉ અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા,તે દરમ્યાન રમાબેન ઝવેરી પરિવારના અમદાવાદ જિલ્લા સમાજ કલ્યાણ સંઘ કે જેનું સંચાલન માયાબેન કરી રહયા છે તેવા દશક્રોઈ તાલુકાના સિંગરવા ગામના બહેનોના વૃદ્ધાશ્રમના સંપર્કમાં આવ્યા હતા, વૃદ્ધાશ્રમ નહીં પરંતુ ”માતૃ મંદિર” નામાભિધાન સંસ્થામાં કુટુંબે તરછોડેલાં તેમજ પરિવારને ત્યાગી જીવનના સાંધ્યકાળે પહોંચેલ વૃધ્ધ માતાઓનું  પાલન પોષણ થાય છે, પી.એસ.આઈ આર.એન.ખાંટ સહિત અન્ય ત્રણ પોલીસ ઓફિસરો અહીં અવાર નવાર મુલાકાતે જતા અને આર્થિક સહાયની સાથે કોઈને કોઈ મદદ કરતા તેઓ માતૃ મંદિરની લોહીથી સિંચેલ સગા પુત્રો દ્વારા તરછોડાયેલ માતાઓના ”માનસપુત્ર” બની ગયા હતા, સરકારી નિયમ મુજબ ખાંટની ટ્રાન્સફર થતા શહેર, જીલ્લા,તાલુકાઓ બદલાતા ગયા,પરંતુ માતાઓની સેવા અવિરત કરતા રહયા.

દીકરા તું આવતો કેમ નથી ‘ તૂ  તો મારો ભગવાન છે ‘ આવી હક્ક જતાવતી જીદ ગઈ કાલે સિંગરવાથી પોતાના લાડકા પુત્ર રણજિતને મળવા આવેલી ત્રેવીસ માતાઓ કહી રહી હતી, મેળામાં વિખુટુ પડી ગયેલ પોતાનું  વ્હાલ સોયુ બાળક પાછું મળતા જેમ ”જનેતા” પોતાના લાલને છાતીએ વળગાડી અશ્રુધારા સાથે હેત વહેવડાવે તેવા કરુણાસભર મમતામયી દર્શ્યો સર્જાયા હતા તો બીજી તરફ ઉપસ્થિત સૌના હ્ય્દયના વાડકા વિછરાયા હતા, દીકરાને સમીપ નિહાળી હરખે ચઢેલી વૃદ્ધ માતાઓ ખાંટ ઉપર માતૃત્વની હેલી વરસાવી માથે હાથ ફેરવી-ફેરવી ગરબે ઘુમવા લાગી ત્યારે પોલીસ સ્ટેશનમાં જાણે ઉત્સવનો માહોલ સર્જાયો હતો, ઉપસ્થિત સૌની આંખો ભીની બની ગઈ  હતી. ખુશીની સરવાણીઓ સાથે  માતાઓ અને  પી.એસ.આઈ રણજિતસિંહની આંખોમાંથી પણ અશ્રુધારા વહી રહી હતી

ત્યારે..કર્કશ,જડ,દયાહીન જેવા મહેણાં-ટોણા સાથે પણ પ્રજાને સાચવતી પોલીસના ખરા અર્થમાં સમાજસેવા અને કઠોર હ્યદયમાં ધબકતી કોમળતા  સમાજમાં પ્રવર્તી રહેલ પોલીસ ની છાપને  ભૂંસી રહી હતી.

  • વિશેષ અહેવાલ-નિમેષ પીલુન

Related posts

આજે વિદ્યાનગર ઈસ્કોન મંદિરમાંથી રથયાત્રા નિકળશે : શહેરમાં બપોરના ૧૨ થી ૮ સુધી કર્ફ્યુ

Charotar Sandesh

આજે રેડ ઝોન ખંભાતમાં વધુ બે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા…

Charotar Sandesh

વડતાલધામમાં દિવ્ય શરદોત્સવ : મંદિરમાં દસ હજારથી વધુ હરિભક્તોએ શરદોત્સવની ઉજવણી કરી

Charotar Sandesh