Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આજે વિદ્યાનગર ઈસ્કોન મંદિરમાંથી રથયાત્રા નિકળશે : શહેરમાં બપોરના ૧૨ થી ૮ સુધી કર્ફ્યુ

ઈસ્કોર મંદિર

આણંદ : આજે વિદ્યાનગર ઈસ્કોર મંદિરમાંથી રથયાત્રા નિકળશે જેને પગલે આણંદ, વિદ્યાનગર અને કરમસદ વિસ્તારમાં બપોરના ૧૨થી રાત્રીના ૮ સુધી કફર્યુ લાદવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઈસ્કોન મંદિર દ્વારા સૌ પ્રથમ બેઠક મંદિરના બદલે ટાઉન હોલથી રથયાત્રા કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

દર વર્ષે સાડા ચાર કિલોમીટરની રથયાત્રા નીકળતી હતી જે કાપીને માત્ર અઢી કિલોમીટરની કરવામાં આવી છે. સાંજે ચાર વાગે આણંદ ટાઉન હોલ પાસેથી ભગવાન જગન્નાથની ભવ્ય યાત્રા પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળશે.

ઈસ્કોન મંદિરની રથયાત્રાને લઈને આણંદ શહેરમાં બપોરે સાડા બારથી કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે જે રાત્રીના આઠ વાગ્યા સુધી અમલમાં રહેશે.રથયાત્રા દરમિયાન કોઈએ ઘરની બહાર ન નીકળવું અને ઓનલાઈન દર્શન કરવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ સાથે રવિવારના રોજ આણંદમાં ગોયા તળાવ પાસે આવેલ શ્રી રણછોડરાયજી મંદિર દ્વારા રથયાત્રા પર્વની શ્રદ્વા-ભક્તિભેર ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથજી, ભાઇ બલરામ, બહેન સુભદ્રાને શાસ્ત્રોકત વિધિ અને પરંપરાનુસાર રથમાં બિરાજમાન કરાયા હતા. ત્યારબાદ મંદિરના પૂજારી, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઇ પટેલ, આણંદ પાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ, કરમસદ શહેર પ્રભારી ઇન્દ્રજીતભાઇ પટેલ, પોલીસ અધિકારીઓ સહિત અગ્રણીઓ, ટ્રસ્ટીગણ દ્વારા પૂજા-અર્ચના અને આરતી ઉતારીને ભગવાનની નગરચર્યા માટેના રથને પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રા શ્રી રણછોડરાયજી મંદિરેથી આઝાદ મેદાન, વહેરાઇ માતા, ગામડી વડ થઇને ભગવાનના મોસાળ એવા નવા રામજી મંદિર પહોંચી હતી.

રથયાત્રા દરમ્યાન ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રવિવારે રથયાત્રા પર્વ આણંદમાં બપોરે ૧થી રાત્રે ૮ સુધી કફર્યૂ જાહેર કરાયો હોવાથી માર્ગો પર પાંખી અવરજવર જોવા મળી હતી.

Related News : રથયાત્રા : યાત્રાધામ ડાકોરમાં પરંપરાગત નીકળતી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આજે સંપન્ન

Related posts

ખેડા સીટ પર ભાજપના દેવુસિંહ ચૌહાણની સાડા ત્રણ લાખથી વધુ મતોથી ભવ્ય વિજય

Charotar Sandesh

આણંદ : કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં મેડીકલ ઓક્સીજનની માંગને પહોચી વળવા જાહેરનામુ…

Charotar Sandesh

સામરખા પ્રાથમિક કુમાર શાળામાં મધ્યાહન ભોજનના અનાજનું વિતરણ કરવામાં આવ્યું…

Charotar Sandesh