Charotar Sandesh
ચરોતર મધ્ય ગુજરાત

ધોરણ ૧૦ : આણંદ જિલ્લાનું પ૯.૮૧ અને ખેડાનું પ૭.૩૭ ટકા પરિણામ જાહેર

  • આણંદ જિલ્લાનું ૩ વર્ષથી ઘટતું પરિણામ, ગત વર્ષની સરખામણીએ આણંદનું ૦.પર ટકા અને ખેડાનું ૦.૯૦ ટકા પરિણામ ઘટયું

આણંદ,

માર્ચ ર૦૧૯માં લેવાયેલ ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. રાજય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર વહેલી સવારથી જ પરિણામ ઓનલાઇન કરાયું હતું. જેથી સવારે જ વિદ્યાર્થીઓ સહિત વાલીઓએ ઓનલાઇન પરિણામ જાણી લીધા હતા. જેથી એકમેકને ફોનથી પૃચ્છાનો દૌર સાંભળવા મળ્યો હતો. સમગ્ર રાજયનું ૬૬.૯૭ ટકા પરિણામ જાહેર કરાયું છે. જેમાં આણંદ જિલ્લાનું પ૯.૮૧ ટકા અને ખેડા જિલ્લાનું પ૭.૩૭ ટકા પરિણામ આવ્યું છે. જો કે આણંદ જિલ્લાના પરિણામમાં સતત ત્રીજા વર્ષ ઘટાડો જોવા મળ્યો છે. જયારે ખેડા જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ સરેરાશ ૧ ટકો પરિણામ ઘટયું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષ આણંદ જિલ્લાનું પરિણામ ૬૦.૩૩ ટકા અને ખેડા જિલ્લાનું ૫૮.૨૭ ટકા પરિણામ હતું.

માર્ચ ર૦૧૯માં લેવાયેલ ધો.૧૦ની પરીક્ષામાં આણંદ જિલ્લામાંથી કુલ ર૮૪૪૩ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ર૮૧૦૯એ પરીક્ષા આપી હતી. જયારે ખેડા જિલ્લામાં નોંધાયેલા કુલ ર૭૧૪પમાંથી ર૬૬૬૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. નોંધનીય છે કે આણંદ જિલ્લામાં ર૮૧૦૯ પરીક્ષાર્થીઓમાંથી ૧૬૮૧૩ અને ખેડામાં ર૬૬૬૪ પરીક્ષાર્થીઓમાંથી ૧પર૯૮ને એલીજીબલ ફોર કવોલીફાઇંગ સર્ટીફિકેટ ગ્રેડ મળ્યો છે. આણંદ અને ખેડા જિલ્લામાં ઘટતા પરિણામ સાથે ઇકયૂસી ગ્રેડ મેળવનાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના કારણે શિક્ષણવિદ્દો સહિત વાલીઓમાં ચિંતા વ્યાપી હોવાનું સાંભળવા મળ્યું હતું.

Related posts

આણંદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ધરણા-પ્રદર્શનો યોજી કલેક્ટરને આવેદનપત્ર અપાયું

Charotar Sandesh

આણંદ જિલ્લામાં કોરોનાના નવા ૭૦ કેસ નોંધાયા : સભા-સરઘસ પર ૧પ જાન્યુઆરી સુધી પ્રતિબંધ

Charotar Sandesh

આણંદ શહેરમાં ડ્રેઇનની કામગીરીને પગલે કેટલાક માર્ગો ડાયવર્ટ કરાયા, જુઓ વિગત

Charotar Sandesh