Charotar Sandesh
સ્પોર્ટ્સ

ભારતીય મહિલા હોકી ટીમે ઓલંપિક ટેસ્ટ ઈવેંટમાં જાપાનને ૨-૧થી હરાવ્યું…

ભારતીય મહિલા હોકી ટીમે શનિવારે ઓલંપિક ટેસ્ટ ઈવેંટમાં વિજયી શરૂઆત કરતા પહેલી મેચમાં યજમાન ટીમ જાપાનને હરાવ્યું છે. મહિલા હોકી ટીમે જાપાન સામે ૨-૧થી જીત મેળવી છે. ભારતે પેનલ્ટી કોર્નર વિશેષજ્ઞ ગુરજીત કૌરની મદદથી નવમી મીનિટમાં જ લીડ મેળવી લીધી હતી. જે બાદ ૧૬મી મીનિટમાં જાપાનની અકી મિતસુહાસીના ગોલથી ૧-૧થી બરાબરી કરી. જો કે, ગુરજીતે ૩૫મી મીનિટમાં પેનલ્ટી કોર્નર પરથી ગોલ કરી ભારતને ૨-૧થી લીડ અપાવી. જે નિર્ણાયક સાબિત થઈ.
ભારતીય ટીમ વધારે અટેકિંગ મોડમાં જોવા મળી રહી હતી અને આ બંન્ને ટીમ છેલ્લા બે વર્ષમાં ઘણી મેચો સાથે રમી હોવાથી બંન્ને ટીમો એકબીજાની રણનીતિ સારી રીતે સમજી રહી હતી. જેથી હાફ ટાઈમ સુધી સ્કોર ૧-૧ રહ્યો. ત્રીજા ક્વાર્ટરમાં ભારતે ૩૫મી મીનિટમાં પેનલ્ટિ કોર્નર મેળવ્યો. ગુરજીતે આ તકને ગોલમાં પરિવર્તિત કરી. વધેલા સમયમાં જાપાને બરાબરી કરવાની કોશિશ કરી પરંતુ તેમાં તે સફળ રહી શક્યું નહી.

Related posts

બીસીસીઆઇએ ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીને એક સપ્તાહ પહેલા શરુ કરવા ઇસીબીને અનુરોધ કર્યો…

Charotar Sandesh

ભાજપ સાંસદ ગૌતમ ગંભીરને કાશ્મીરથી મારી નાખવાની ધમકી આપવામાં આવી

Charotar Sandesh

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ : ન્યુઝીલેન્ડની ટીમ ટેસ્ટ રેન્કિંગમાં ૧૨૩ રેટિંગ્સ સાથે આગળ…

Charotar Sandesh