મતદારો માટે મતદાન પ્રક્રિયા યાદગાર અને સુખદ અનુભવ બની રહે તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર સજ્જ
લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી માટેની ૦૭ મે ના રોજ મતદાન યોજાનાર છે.જેના અનુસંધાનમાં જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ માધ્યમો સાથે સંવાદ યોજયો હતો.
મતદાન મથકોની વિગતો આપતા જિલ્લા ચૂંટણી અધિકારી જણાવ્યું કે, જિલ્લાનું કુલ ૧૭૭૩ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે.જેમાં ૪૯ સખી મતદાન મથક,૭ પીડબ્લયુ ડી મતદાન મથકો, ૭ આદર્શ મતદાન મથક, ૧ યુવા સંચાલિત મતદાન મથક તથા ૧૪ ગ્રીન મતદાન મથકોનો પણ સમાવેશ થાય છે
જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ આણંદ જિલ્લાના મતદારોની અદ્યત્તન વિગતો આપતા જણાવ્યું હતું કે, તા. ૧ એપ્રિલ ૨૦૨૪ની સ્થિતિએ કુલ ૧૭,૮૦,૧૮૨ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાનના દિવસે મતદાન પ્રક્રિયા સરળ બને તે માટે જિલ્લામાં કુલ-૮૦૭૮ મતદાન સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે.જેમાં ૧૯૫૪ પ્રિસાઈડીંગ ઓફિસર,૧૯૫૪ મદદનીશ પ્રિસાઈડીંગ ઓફિસર, ૧૯૫૪ પોલીંગ ઓફિસર તથા ૧૯૫૪ મહિલા પોલિંગ ઓફિસરનો સમાવેશ થાય છે.ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીને ધ્યાને લઈ વધારાના ૨૬૨ પોલિંગ ઓફિસરની ફાળવણી પણ કરવામાં આવી છે.આ ઉપરાંત ૧૬૧ જેટલા માઈક્રો ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે.ચૂંટણી લક્ષી વિવિધ કામગીરી માટે જિલ્લા કક્ષાના કુલ ૧૯ નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવેલ છે.
Other News : વડતાલ સંસ્થાની મતદાતાઓને અપીલ : દેવસ્થાનના શણગારથી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો