Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં દેવોને અખાત્રીજથી ચંદનના વાઘા ધરાવવાનો પ્રારંભ થયો

વડતાલ ધામ (Vadtal Temple)

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર (Vadtal Temple)માં બિરાજમાન દેવોને આજ અખાત્રીજ તા. ૧૦-૫-૨૦૨૪ને શુક્રવારથી તા. ૨૧-૬-૨૦૨૪ને શુક્રવાર સુધી ચંદનના વાઘા ધરાવવામાં આવશે. વડતાલ મંદિરના કોઠારી ડો.સંતસ્વામીએ જણાવ્યું હતું કે ગ્રીષ્મઋતુમાં સ્વામિનારાયણ સંપ્રદાય(Vadtal Temple)ના મંદિરોમાં દેવોને ચંદનના વાઘા ધરાવવાની પરંપરા છે.

વડતાલ ધામ (Vadtal Temple)માં અખાત્રીજથી ચંદનના વાઘા દેવોને ધરાવવામાં આવે છે

આ શણગાર રોજ અવનવા હોય છે દેવોને ચંદનલેપના શણગારમાં કલાત્મક ઓપ (Vadtal Temple) આપવામાં પૂજારીઓ હાથની કળા અજમાવતા હોય છે દેવોને ચંદનના લેપ ઉપર કેસર, ગુલાબ, મોગરો તથા જબેરા જેવા ફુલોથી વાઘા તૈયાર કરી ધરાવવામાં આવે છે.

આ ઉપરાંત તોય આંભલા, રેશમની દોરી વડે સુંદર ગુંથણ (Vadtal Temple) કરવામાં આવે છે જેના દર્શન કરી ભક્તો આનંદની અનુભુતિ કરે છે. અને ધન્યતા અનુભવે છે.

Other News : ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં  સાંજના ૫ કલાક સુધીમાં  ૫૯.૯૦ ટકા જેટલું મતદાન નોંધાયું

Related posts

કોરોનાને અટકાવવાના પ્રયાસોમાં સહકાર આપવા પ્રજાજનોને જિલ્લા કલેક્ટરની અપીલ…

Charotar Sandesh

આણંદ લોકસભા બેઠક ઉપર ૧૭.૮૦ લાખ મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

Charotar Sandesh

ત્રણ વર્ષ પહેલાં ખરીદેલી કારમાં વારંવાર ખામી સર્જાતા આણંદના વેપારીએ ઢોલ-નગારા વગાડી શો રૂમ પર પહોંચી પરત કરી

Charotar Sandesh