Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં  સાંજના ૫ કલાક સુધીમાં  ૫૯.૯૦ ટકા જેટલું મતદાન નોંધાયું

ખંભાત વિધાનસભા

ખંભાત : વિધાનસભાની પેટા ચૂંટણીમાં  મતદાન એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થવા પામ્યું હતું. ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે ચૂંટણી તંત્ર તરફથી પ્રાપ્ત થતી વિગતોને આધારે સાંજના ૦૫:૦૦ કલાક સુધીમાં ૫૯.૯૦  ટકા જેટલું મતદાન નોંધાયું છે.

ઉલ્લેખનિય છે કે, ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુલ ૨,૩૪,૬૫૮ જેટલા મતદરો નોંધાયા છે. જેમાં ૧,૨૦,૯૬૨ જેટલા પુરૂષ મતદારો તથા ૧,૧૩,૬૯૬ સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે.

આજે સાંજના ૦૫:૦૦ કલાક સુધીમાં થયેલ મતદાનની વિગતો જોઈએ તો, ૭૫,૫૮૦ પુરૂષ મતદારો તથા ૬૪,૯૭૯ સ્ત્રી મતદારો મળી કુલ ૧,૪૦,૫૫૯ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

Other News : આણંદ જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકો ઉપર સાંજના ૫ કલાક સુધીમાં  ૬૦.૪૪ ટકા જેટલું મતદાન નોંધાયું

Related posts

ખેડા ટાઉન પોલીસ મથકના કમ્પાઉન્ડમાં રાત્રે ભીષણ આગ લાગતાં આશરે પ૦ જેટલા વાહનો બળીને ખાખ

Charotar Sandesh

વાસદ પાસેથી ડાલાના ગુપ્ત ખાનામાં લઈ જવાતો ૧૨૨.૦૫ કિલો પોશ ડોડા સાથે બે પકડાયા…

Charotar Sandesh

દિવાળી પર્વમાં ફટાકડા બજાર પર આર્થિક મંદીની અસર, વેપારીઓની હાલત કફોડી બની…

Charotar Sandesh