ખેડા લોકસભાના ભાજપ ઉમેદવારનો પ્રચાર કરતા પોસ્ટર ચવાણાના પેકેટ પર માર્યો હોય, તે મુજબનો એક ચવાણાના પેકેટનો ફોટો વાયરલ થયો છે.
ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના ફોટા, અનુક્રમ નંબર સહિત તેમના પ્રચારનું આખુ પોસ્ટર ચવાણાના પેકેટ પર લગાવાયેલો હોય તેવો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, એકતરફ ક્ષત્રિય આંદોલને ભાજપની મુશ્કેલી વધારી છે, ત્યારે આ પ્રકારે ફરી ઉમેદવારનો ફોટો વાયરલ થતા મુશ્કેલીમાં વધારો થયો છે. ચૂંટણીના સમયમાં આ પ્રકારે ઉમેદવારના ફોટા સાથેના ચવાણાના પેકેટનો ફોટો વાયરલ થયો છે, જેથી અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.
Other News : વડતાલ સંસ્થાની મતદાતાઓને અપીલ : દેવસ્થાનના શણગારથી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો