Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

મેં ભાજપ છોડ્યું ત્યારે અડવાણીની આંખમાં આંસુ હતા પણ તેમણે મને રોક્્યો નહીંઃ સિંહા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકપ્રિય અભિનેતા શત્ર્šÎન સિંહાએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે‘હું ભાજપ છોડવાનો છું તે અંગે જ્યારે લાલકૃષ્ણ અડવાણીને જાણકારી મળી ત્યારે તેમની આંખમાં દુઃખના આંસુ હતા પરંતુ તેમણે મને પાર્ટી છોડતા રોક્્યો નહીં.’ મેં જ્યારે રાજકારણના મેદાનમા ઉતરવાનો નિર્ધાર કર્યો હતો ત્યારે મેં સૌ પહેલા અડવાણીજીનાં આશીર્વાદ લીધા હતા. પાર્ટી છોડતી વખતે પણ તેમણે મને શુભેચ્છાઓ પાઠવી. તેઓ ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખોમા આંસુ હતા પરંતુ તેમણે મને રોક્્યો નહીં.
શત્ર્šÎન સિંહાએ વધુમાં જણાવ્યું હતું કે અટલ બિહારી વાજપેયીજીનાં સમયમાં અને આજના સમયમાં આસમાન-જમીનનો ફરક છે. તે સમયે દેશમાં લોકશાહી હતી અને આજે દેશમાં સરમુખત્યારી છે. આજે ભાજપ પોતાના વરિષ્ઠ અને વૃદ્ધ નેતાઓ સાથે યોગ્ય વ્યવહાર કરી રહી નથી. તેઓ ભાજપનાં સંસ્થાપક સભ્યોમાંથી એક છે. ભાજપે આ વખતે તેમને ગાંધીનગર બેઠક પરથી ટિકિટ નહીં આપીને તેમની જગ્યાએ કોંગ્રેસ અધ્યક્ષ અમિત શાહને મેદાનમાં ઉતાર્યા છે.

Related posts

૫ રાજ્યોમાં સેમીફાઈનલનો જંગ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશમાં ભાજપ, કોંગ્રેસનો પ્રચાર, PM મોદીનો પ્રહાર

Charotar Sandesh

CBSE ધો.૧૨ બૉર્ડનું પરિણામ જાહેર : ૯૯.૩૭ ટકા વિદ્યાર્થીઓ પાસ

Charotar Sandesh

મોંઘવારીમાં “પડ્યા પર પાટુ” : રાંધણ ગેસના ભાવમાં ૧૪૪ રૂપિયાનો જંગી વધારો…

Charotar Sandesh