Charotar Sandesh
ઈન્ડિયા

CBSE ધો.૧૨ બૉર્ડનું પરિણામ જાહેર : ૯૯.૩૭ ટકા વિદ્યાર્થીઓ પાસ

પરિણામ

ન્યુ દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશનનું ધોરણ-૧૨ બોર્ડની પરીક્ષાઓનું પરિણામ જાહેર થઈ ગયું છે. ધોરણ-૧૨ના ૯૯.૩૭% વિદ્યાર્થીઓ પાસ થયા છે.

CBSE ધોરણ-૧૨ બૉર્ડમાં ૯૯.૧૩% વિદ્યાર્થી અને ૯૯.૬૭% વિદ્યાર્થિનીઓ પાસ થયા છે

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આ રિઝલ્ટ જાહેર કરવા માટે ૩૧ જુલાઈ સુધીની ડેડલાઈન આપી હતી. વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ cbseresults.nic.in પર ચેક કરી શકે છે. આ વર્ષે ૧૨ ધોરણ બોર્ડનું પરિણામ ૩૦ઃ૩૦ઃ૪૦ના ફોર્મ્યુલાથી તૈયાર કરવામાં આવ્યું છે.

આ અત્યાર સુધીની હાઈએસ્ટ ટકાવારી છે. તો ૬૧૪૯ (૦.૪૭) વિદ્યાર્થીઓને કંપાર્ટમેન્ટ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. પરીક્ષામાં એકવાર ફરી વિદ્યાર્થિનીઓએ બાજી મારતા છોકરાઓને પાછળ છોડ્યા છે. આ વખતે છોકરીઓ છોકરાઓથી ૦.૫૪ ટકાથી આગળ રહી. છોકરીઓની ટકાવીર ૯૯.૬૭ જ્યારે છોકરાઓની ટકાવીર ૯૯.૧૩ રહી. ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓનું પરિણામ ૧૦૦ ટકા રહ્યું છે. ગત વર્ષે ૧૩ જુલાઈના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે રિઝલ્ટ ૧૭ દિવસ મોડા જાહેર કરવામાં આવ્યા.

CBSEએ બનાવેલી પેનલે ૧૨માના વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે ૩૦ઃ૩૦ઃ૪૦નો ફોર્મ્યુલા નક્કી કર્યો છે. આ હેઠળ ૧૦માં-૧૧માંના ફાઇનલ રિઝલ્ટને ૩૦ ટકા વેઇટેજ આપવામાં આવશે અને ૧૨માંની પ્રી-બૉર્ડ એક્ઝામને ૪૦% વેઇટેજ આપવામાં આવશે. CBSEએ ૪ જૂનના ૧૨માંના વિદ્યાર્થીઓની માર્કિંગ સ્કીમ નક્કી કરવા માટે ૧૩ સભ્યોની એક કમિટી બનાવી હતી.

માર્કિંગ સ્કીમ પ્રમાણે ૧૦માં અને ૧૧માંના ૫માંથી જે ૩ વિષયમાં વિદ્યાર્થીઓએ સૌથી વધારે સ્કોર કર્યો હોય તેને રિઝલ્ટ માટે પસંદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે CBSE ૧૨માંની પરીક્ષા માટે ૧૪.૫ લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જો કે કોરોના મહામારીના કારણે આ વર્ષે સીબીએસઈની ૧૦માં અને ૧૨માંની પરીક્ષાઓ રદ્દ કરી દેવામાં આવી હતી.

Other News : જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની અવળચંડાઈ : એક જ કલાકમાં ૩ જગ્યાએ દેખાયા ડ્રોન

Related posts

મોદી જીતીને ફરી સત્તા પર આવે તો રાજકારણ છોડી દઇશઃ એચડી રેવન્ના

Charotar Sandesh

ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટતા તબાહી : અનેક લોકો તણાયાંની આશંકા…

Charotar Sandesh

પંજાબના ફિરોઝપુરમાં ૩ પાકિસ્તાની ડ્રોન દેખાતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની…

Charotar Sandesh