Charotar Sandesh
ચરોતર

મોબાઈલની દુકાન તોડી ચોરી કરનાર બે ઈસમોને પકડતી ક્રાઈમ બ્રાંચ આણંદ

આણંદ,
આણંદ એલસીબીએ બાતમી આધારે આંકલાવ ખાતે મોબાઈલ દુકાન તોડી ચોરી કરનાર બે ઈસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, એલસીબી સ્ટાફના હે.કો. વિનયકુમાર તથા પો.કો. મૈયુદ્દીન નાઓને હકીકત બાતમી મળેલ કે, ઉમેટા ગામે રહેતો ઉર્ફે વાલ તથા તેનો એક મિત્ર એ રીતેના બંને ભેગા મળી તાજેતરમાં આંકલાવ વિસ્તારમાં આવેલ દુકાનમાંથી મોબાઈલની ચોરી કરેલ છે અને ચોરી કરેલ મોબાઈલો વેંચવા માટે આસોદર ચોકડીએ થઈ આણંદ બાજુ ડીસ્કવર વાહન લઈ જનાર હોવા અંગેની વિશ્વાસપાત્ર માહીતી મળેલ હોય જેથી સ્ટાફના માણસો સાથે આસોદર ચોકડી આગળ આજુ-બાજુમાં છુટાછવાયા વોંચમાં ગોઠવાયેલા હતા. દરમ્યાન આંકલાવ તરફથી મળેલ બાતમી નંબરવાળા બજાજ ડીસ્કવર મોટર સાયકલ ઉપર બે માણસ આવેલા. જેઓને રોકવા પ્રયત્ન કરતા ભાગવા જતા કોર્ડન કરી પકડી લીધેલ. નામ પુછતા વિજયસિંહ ઉર્ફે વાલ મહીડા, રહે. ઉમેટા તથા મહેન્દ્રસિંહ ઉર્ફે જયપાલ પઢીયાર, રહે. ઉમેટા ના હોવાનું જણાવેલ.

આશરે પંદરેક દિવસ પહેલા આંકલાવ મુકામેથી રાત્રીના સમયે સાંઈ મોબાઈલ નામની દુકાનમાંથી ચોરી કરેલાનું જણાવેલ…

તેઓની પાસેની કપડાની થેલીમાં ચેક કરતા અલગ અલગ કંપનીના ૨૩ મોબાઈલો મળી આવેલ. જે અંગે પુછપરછ કરતાં આશરે પંદરેક દિવસ પહેલા આંકલાવ મુકામેથી રાત્રીના સમયે સાંઈ મોબાઈલ નામની દુકાનમાંથી ચોરી કરેલાનું જણાવેલ. જેથી તેઓ પાસેથી કુલ રૂ. ૬૦,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

૧૨ વીઘા જમીનના વિવાદ મામલે ઠાસરાના ધારાસભ્ય પર ૮ લોકોનો હુમલો…

Charotar Sandesh

આણંદ : યુએસમાં ગુજરાતીના સ્ટોરમાંથી ૧૪૪૪ કરોડનો જેકપોટ, કમિશન પેટે ૩૦ હજાર ડોલર મળ્યાં…

Charotar Sandesh

આણંદ જિલ્લા સહિત ચરોતરમાં ૧૬ જેટલી ચોરીને અંજામ આપનારી ગેંગનો મુખ્ય સાગરીત ઝડપાયો

Charotar Sandesh