Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ જિલ્લા સહિત ચરોતરમાં ૧૬ જેટલી ચોરીને અંજામ આપનારી ગેંગનો મુખ્ય સાગરીત ઝડપાયો

ઘરફોડ ચોરીઓ કરનાર

આણંદ : એલસીબી પોલીસે સામરખા ચોકડી નજીકથી બાતમીના આધારે ઘરફોડ ચોરીઓ કરનાર ગેંગના સાગરીત ઝડપી પાડ્યો છે, પુરછપરછમાં આરોપીએ ૧૬ જેટલી ચોરીઓને અંજામ આપ્યા હોવાનું જણાવતાં અન્ય સાત જેટલા શખ્સોનું નામ ખુલેલ છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, LCBના PSI પી.એ.જાદવના સ્ટાફગણ પેટ્રોલીંગમાં હતા, દરમ્યાત બાતમી મળેલ કે, ઘરફોડ, વ્હીકલ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ જગદીશ ઉર્ફે જીગો રાઠોડ, રહે. સામરખા તેના સાગરીત જોડે ચોરીઓ કરે છે, જે બાઈક નં. જીજે૨૩ એએમ ૯૪૭૨ લઈ સામરખા આવી રહ્યો છે, જે બાતમી આધારે એલસીબી પોલીસ સ્ટાફ વોચમાં રહેલ, દરમ્યાન બાતમીવાળો શખ્સ આવતાં તેને કોર્ડન કરી ઝડપી પાડેલ.

એકાદ મહિના અગાઉ ભાલેજ ખાતેથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ

જેને પુછપરછ તપાસ હાથ ધરતાં તેની પાસેથી ઘરફોડ ચોરી કરવાના સાધનો મળી આવેલ, જેણે એકાદ મહિના અગાઉ ભાલેજ ખાતેથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ. જેની અટક કરી કુલ ૨૬૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કરેલ. આ ઉપરાંત આ આરોપી સાથે અન્ય સાત જેટલા શખ્સો સંડોવાયેલ હોવાનું કબુલાત કરેલ છે. LCB પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Other News : આણંદ પાલિકાએ પરિખભૂવન સહિત આ ૮૭ જર્જરીત મિલ્કત ધારકોને નોટીસ ફટકારી : જર્જરીત બિલ્ડીંગો મુદ્દે સરકાર એક્શનમાં

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બાંધણી – પેટલાદ ખાતે નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh

આણંદના ગંજ બજારમાં આજે હડતાળ રહ્યા : અનાજ-કઠોળ પર જીએસટી સામે જનાક્રોશ

Charotar Sandesh

પેટલાદ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ૭૬મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો

Charotar Sandesh