Charotar Sandesh
ગુજરાત ચરોતર મધ્ય ગુજરાત

વડોદરા : જીવલેણ બીમારીથી પીડાતો ૧૦ વર્ષનો બાળક એક દિવસનો પીઆઇ બન્યો…

જીવલેણ બીમારીથી પીડાતા વડોદરા શહેરના ૯ વર્ષના લખન(નામ બદલ્યું છે)ની પોલીસ ઇન્સ્પેક્ટર બનવાની ઇચ્છા મેક-અ-વીશ ફાઉન્ડેશને વડોદરા શહેર પોલીસ તંત્રની મદદથી પૂરી કરી હતી.

સવારે ૧૧ કલાકે લખન પોલીસના ગણવેશમાં પોલીસ મથકની બહાર પોલીસ ગાડીમાં આવતા જ પોલીસ જવાનો પોતાની જગ્યા ઉપરથી ઉભા થઇ ગયા હતા. અને સલામી આપી હતી. સુપર હિટ ફિલ્મ સિંઘમ ફિલ્મમાં અભિનેતા અજય દેવગણના પોલીસ અધિકારીના રોલથી પ્રભાવિત લખન પણ સડસડાટ પોલીસ ગાડીમાંથી ઉતરી સીધો પી.આઇ.ના ચેમ્બર્સમાં પહોંચી ગયો હતો. અને પી.આઇ.ની સીટ ઉપર રૂઆબ સાથે બેસી ગયો હતો. પી.આઇ. લખન ચેર ઉપર બેસતાની સાથે જ પોલીસ જવાન પાણી લઇને હાજર થઇ ગયો હતો. પી.આઇ. લખને પાણી પીધા બાદ સ્ટાફના જવાનોને રોલકોલ માટે તૈયાર રહેવાની સૂચના આપી હતી.

પોલીસ તંત્રમાં જે રીતે રોલકોલ થાય છે, તે રીતે પી.આઇ. રોલકોલમાં પોલીસ જવાનોની હાજરી પૂરી હતી. અને તેની સાથે પોલીસ જવાનોને જરૂરી સૂચના આપી હતી. રોલકોલ પૂરો થયો બાદ પોલીસ મથકમાં નવા આવતા પી.આઇ.ને જે રીતે પોલીસ જવાનો પોલીસ મથક વિસ્તારની માહિતીથી અવગત કરે છે. તે રીતે અવગત કરાયા હતા. પોલીસ જવાનોએ વિસ્તારના ગુનેગારોની પણ યાદી પી.આઇ.ને આપી હતી. તમામ માહિતી મેળવ્યા બાદ પી.આઇ. લખન પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. સતત ૩ કલાક સુધી પી.આઇ. લખને જે.પી. પોલીસ મથકનો ચાર્જ સંભાળ્યો હતો. અને પોતાની પી.આઇ. બનવાની ઇચ્છા પૂર્ણ કરી હતી.

Related posts

વંદે ભારત ટ્રેનને અમદાવાદથી વટવા વચ્ચે નડ્યો અકસ્માત, રેલ્વે કર્મચારીઓ ઘટનાસ્થળે, જુઓ વિગત

Charotar Sandesh

પીએમ મોદીએ ભરૂચ જિલ્લાના જંબુસર-આમોદ ખાતે ૮૨૦૦ કરોડના પ્રોજેક્ટ્‌સનું કર્યું લોકાર્પણ-ખાતમુર્હુત

Charotar Sandesh

આણંદ જિલ્લા વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા પૂ. સંતોનો પૂજન અર્ચન તેમજ સેવાવસ્તીમાં રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh