Charotar Sandesh
સ્પોર્ટ્સ

વિદેશમાં જીત માટે ટીમને ડબલ પોઈન્ટ્‌સ મળવા જોઈએ : કોહલી

ન્યુ દિલ્હી : ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટની પૂર્વ સંધ્યાએ પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું હતું કે, “વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિનશિપના લીધે બાઈલેટરલ સીરિઝનું મહત્ત્વ વધી ગયું છે. તેમજ ટેસ્ટ ક્રિકેટનું સ્ટાન્ડર્ડ સુધરી રહ્યું છે. ફોર્મેટને વધુ રોમાંચક બનાવવા માટે વિદેશમાં જીત માટે ટીમને ડબલ પોઈન્ટ્‌સ મળવા જોઈએ. તેણે કહ્યું કે, જો મને પોઈન્ટ્‌સ ટેબલ બનાવવાનું કહેવામાં આવત તો હું વિદેશમાં જીત માટે ડબલ પોઈન્ટ્‌સ રાખત. મને લાગે છે આઈસીસી પહેલી આવૃત્તિ પછી આ ફેરફાર કરશે.”

કોહલીએ કહ્યું કે, દરેક સીરિઝની જેમ દરેક મેચનું પણ મહત્ત્વ વધી ગયું છે. પહેલા ત્રણ ટેસ્ટની સીરિઝમાં જે મેચમાં ટીમો ડ્રો માટે રમતી હતી, હવે તે મેચોમાં પણ વધુ પોઈન્ટ્‌સ મેળવવા જીત માટે રમે છે. મારુ માનવું છે કે ટેસ્ટ ફોર્મેટ માટે આના કરતા વધુ સારું કઈ નથી. મેચો વધુ રોમાંચક બનશે અને બધી ટીમોએ દરેક સેશનમાં પ્રોફેશનલ ક્રિકેટ રમવું પડશે. ખેલાડીઓએ પહેલા કરતા વધુ મહેનત કરવી પડશે જે મારા અનુસાર ટેસ્ટ ક્રિકેટનું સ્ટાન્ડર્ડ સુધારે છે.

Related posts

પ્રવીણ કુમાર ૧૮ વર્ષની ઉંમરે પેરાલમ્પિકમાં સર્જ્‌યો ઈતિહાસ

Charotar Sandesh

સોશિયલ મીડિયા પર શિખર ધવને પુજારાની મજાત કરી ટ્રોલ કર્યો…

Charotar Sandesh

ઇટલીએ ઈંગ્લેન્ડને ૩-૨થી હરાવી યૂરો કપ-૨૦૨૦નું ટાઇટલ જીત્યું

Charotar Sandesh