Charotar Sandesh
સ્પોર્ટ્સ

ઇટલીએ ઈંગ્લેન્ડને ૩-૨થી હરાવી યૂરો કપ-૨૦૨૦નું ટાઇટલ જીત્યું

યૂરો કપ

લંડન : યૂરો કપ-૨૦૨૦ની રોમાંચક ફાઇનલમાં ઇટલીએ પેનલ્ટી શૂટઆઉટમાં ઈંગ્લેન્ડને ૩-૨થી હરાવી ટ્રોફી કબજે કરી લીધી છે. આ સાથે ઈંગ્લેન્ડની ટીમનું યૂરો કપ જીતવાનું સપનું રોળાયું છે. ઈંગ્લેન્ડની ટીમ પ્રથમવાર આ પ્રતિષ્ઠિત યુરોપિયન કપની ફાઇનલમાં પહોંચી હતી.

મેચની પ્રથમ ૯૦ મિનિટ બાદ બંને ટીમનો સ્કોર ૧-૧થી બરોબર રહ્યો હતો. ત્યારબાદ એક્સ્ટ્રા ટાઇમ બાદ પણ બંને ટીમનો સ્કોર બરોબર રહેતા મેચનું પરિણામ પેનલ્ટી શૂટઆઉટમાં પહોંચ્યું હતું. જેમાં ઈંગ્લેન્ડના ત્રણ ખેલાડીઓ પેનલ્ટી ચુકી ગયા હતા. આ મેચ ઈંગ્લેન્ડના વેમ્બલે સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. ઇટલીની ટીમ ૫૩ વર્ષ બાદ આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે.

પેનલ્ટી શૂટ આઉટમાં ઇટલીએ પાંચમાંથી ત્રણ બોલને ગોલ પોસ્ટની યાત્રા કરાવી જ્યારે ઈંગ્લેન્ડની ટીમ માત્ર બે ગોલ કરવામાં સફળ રહી. ઈંગ્લેન્ડના ત્રણ યુવા ખેલાડી પેનલ્ટી ચુકી ગયા છે. ઈંગ્લેન્ડના કોચ ગેરેથ સાઉથગેટ માટે આ હાર દિલ તોડનારી છે.

ઈંગ્લેન્ડની ટીમે મેચમાં શાનદાર શરૂઆત કરી હતી. મેચની બીજી મિનિટે ઈંગ્લેન્ડના લ્યૂક શોએ ગોલ કરી ઈંગ્લેન્ડને લીડ અપાવી હતી. પ્રથમ હાફ સમયે ઈંગ્લેન્ડની ટીમ ૧-૦થી આગળ હતી. પ્રથમ હાફમાં ઈંગ્લેન્ડની ટીમ આક્રમક તો ઇટલીની ટીમ ડિફેન્સિવ જોવા મળી હતી.

ઇટલીની ટીમે બીજા હાફમાં પોતાની રણનીતિ બદલી હતી. બીજા હાફમાં ઇટલીની ટીમ બોલ પર પઝેશન જાળવી રાખ્યું અને એટેક કર્યા હતા. ઇટલીની ટીમને ૬૭મી મિનિટે ગોલ બરાબર કરવાની તક મળી હતી. ઇટલીના અનુભવી ડિફેન્ડર લિયોનાર્ડો બોનુચીએ મેચની ૬૭મી મિનિટે ગોલ કરી ટીમની વાપસી કરાવી હતી.

Other News : કોહલીને કેપ્ટનશિપમાં થોડો વધુ સમય આપવાની જરૂર : સુરેશ રૈના

Related posts

આગામી વિશ્વ કપમાં એશિયાની ટીમો શાનદાર પ્રદર્શન કરશેઃ જાન્ટી રોડ્‌સ

Charotar Sandesh

કોહલીએ સચિન-લારાનો રેકોર્ડ તોડી સૌથી ઝડપી ૨૦,૦૦૦ રન બનાવ્યા

Charotar Sandesh

અભિનંદન : ભાલા ફેંકમાં નીરજ ચોપડાએ રચ્યો ઈતિહાસ : ૧૩ વર્ષ બાદ ભારતને અપાવ્યો ગોલ્ડ

Charotar Sandesh