Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વિશ્વવિખ્યાત અમૂલ દ્વારા દુર્ગંધયુક્ત પાણી છોડવા મામલે જિલ્લા કલેક્ટરના તપાસના આદેશ…

જોકે આણંદ પોલ્યુશન કંટ્રોલ વિભાગ દ્વારા કુલડીમાં ગોળ ભાંગવાના ખેલ રચવામાં આવી રહ્યાનું જાણવા મળેલ છે…

જિલ્લા કલેકટરે આણંદ પોલ્યુશન ક્ંટ્રોલ વિભાગને તપાસના આદેશ કરતા ખળભળાટ મચી જવા પામ્યો…

આણંદ,
વિશ્વ વિખ્યાત અમૂલ દ્વારા દુર્ગંધયુકત પાણી બારોબાર નજીકના કાંસમાંથી નિકાલ કરવા મુદ્દે આ વિસ્તારના રહીશો દ્વારા વિરોધ ઉઠાવતા અને જિલ્લા કેકટરને સ્થાનિક કક્ષાએથી રજૂઆત કરતા જિલ્લા કલેકટરે આણંદ પોલ્યુશન ક્ંટ્રોલ વિભાગને તપાસના આદેશ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જોકે આણંદ પોલ્યુશન કંટ્રોલ વિભાગ દ્વારા કુલડીમાં ગોળ ભાંગવાના ખેલ રચવામાં આવી રહ્યાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વિશ્વ વિખ્યાત અમૂલ દ્વારા દુર્ગંધયુકત પાણી નજીકમાં આવેલ કાંસમાં બારોબાર પાઇપ લાઇન નાંખી નિકાલ કરવાના ખેલ રચતા આ મામલે સ્થાનિક રહીશોએ રોગચાળો વકરે તેવી શકયતા દર્શાવી વિરોધ ઉઠાવ્યો હતો અને આ મુદ્દે સ્થાનિક જાગૃત નાગરીક અતુલ કોલી તથા અન્યોએ જિલ્લા કલેકટર તથા આણંદ પાલિકાને લેખીત રજૂઆત કરી હતી પરંતુ આણંદ પાલિકા આ મુદ્દે ઉણુ ઉતરવા પામ્યું હોય તેની પાછળ અગાઉ અમૂલ દ્વારા આણંદ પાલિકા સાથે કરાર કરી અમૂલનું પાણી શહેરના લોટેશ્વર તળાવમાં છોડવાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ મુદ્દે શહેરભરમાંથી વિરોધ ઉઠતા આણંદ પાલિકા શાસકો તથા અમૂલની મનની મનમાં રહી જવા પામી હતી. જેથી પાલિકાએ તપાસ કરવાનું ટાળ્યું હતું. પરંતુ જિલ્લા કલેકટરે આણંદ પોલ્યુશન કંટ્રોલ વિભાગને તપાસ હાથ ધરી રીપોર્ટ કરવાના આદેશ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

જો યોગ્ય તપાસ હાથ ધરવામાં નહીં આવે અને ઢાંકપીછોડાના ખેલ કરવામાં આવશે તો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની ચીમકી સ્થાનિકો તથા અતુલ કોલીએ ઉચ્ચારી હતી…

જિલ્લા કલેકટરના તપાસ આદેશના પગલે પોલ્યુશન કંટ્રોલ આણંદે સમગ્ર મામલે કુલડીમાં ગોળ ભાંગવાના ખેલ કરવામાં આવ્યા હોય કાંસમાંથી વરસાદી પાણીના નમુના લઇ મામલાને રફેદફે કરવાના પ્રયાસ હાથ ધરતા આ બાબતની જાણ સ્થાનિકોને થતાં અતુલ કોલીએ પીસીબીના અધિકારીઓને સ્થળ પરજ ઉધડો લઇ જો યોગ્ય તપાસ હાથ ધરવામાં નહીં આવે અને ઢાંકપીછોડાના ખેલ કરવામાં આવશે તો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
જોકે નવાઇની વાત એ છે કે આ વિસ્તારના ચાર જેટલા કાઉન્સીલરો કે જેઓ તુલસી ગરનાળુ પહોળુ કરવા સમયે જશ લેવા કુદી પડયા હતા. ત્યારે તેમના જ મત વિસ્તારના રહીશોના આરોગ્ય સાથે અમૂલના દુર્ગંધયુકત પાણીથી ચેડાં થવા પામે તે મુદ્દે ચૂપકીદી દાખવતા અનેક તર્કવિતર્ક ઉઠવા પામ્યા હોય તેમ સ્થાનિક નેતાઓને અમૂલની મલાઇ અને રહીશોને અમૂલની દુર્ગંધની લાગણી પ્રવર્તવા પામી હોવાનું જાણવા મળેલ છે. ત્યારે કરોડોનો વહીવટ કરતી અમૂલે પણ જનઆરોગ્યની સુખાકારીને ધ્યાનમાં લઇ તાજેતરમાં વડાપ્રધાન મોદીના પ્લાસ્ટીક ઉપયોગ પર નિષેધના પગલે થતાં પ્રદુષણને અટકાવવા આવકાર્યુ હતું. ત્યારે સ્થાનિક રહીશોના આરોગ્ય સાથે ચેડાં મુદ્દે તકેદારી દાખવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

  • Jignesh Patel

Related posts

આણંદ અને બોરસદ તાલુકાનાં કોરોના સંક્રમિત વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરાયો…

Charotar Sandesh

ઉમરેઠની ખ્યાતનામ પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે હેડ બોય અને હેડ ગર્લ ઈલેક્શન યોજાયું

Charotar Sandesh

આજથી અમૂલ ડેરીની આ પ્રોડક્ટ થઈ મોંઘી : પ ટકા જીએસટીની અસર, જુઓ વિગત

Charotar Sandesh