Charotar Sandesh
ઈન્ડિયા

શ્રીનગર : ઇદની નમાજ બાદ પથ્‍થરમારો : ISISના ઝંડા લહેરાયા…

કાશ્મીર બનેગા પાકિસ્તાન લખેલા પોસ્ટરોથી નારેબાજી કરી : સુરક્ષા દળો પર પથ્થરો ફેંકાયો

નવીદિલ્હી,

એક તરફ દેશમાં ઈદની ઉજવણી કરવામાં આવી રહી હતી. તો બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં સેના પર પથ્થરમારો કરવામાં આવ્યો. ઈદની નમાઝ બાદ લાલ ચોક વિસ્તારમાં ઝંડા અને પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદના પોસ્ટર સાથે રેલી કાઢવામાં આવી. જોકે, તણાવ વધતા પોલીસે ટિયર ગેસના સેલ છોડતા પથ્થરબાજોએ  સેના અને પોલીસના જવાનો પર પથ્થરમારો કર્યો.

જે બાદ સ્થ્તિ પર કાબુ મેળવવા માટે વધુ સેનાની ટુકડીને ઘાટીમાં તૈનાત કરવામાં આવી છે. શ્રીનગર ઇદની નમાઝબાદ ઉપદ્રવીઓ એ ભારે ઉધામા કર્યા સ્થળ પર તેમને કાબુ કરવા પહોંચલા સુરક્ષબળો પર પથ્થરમારો કરવામા આવ્યો. આ પથ્થરમાં સુરક્ષાબૃળોને ઇજા પહોંચી છે.ઇદની ખુશીઓ મનાવા બહાર નીકળેલા લોકોને તેમના ઘરોમાં જ કેદ થઇને રહેવું પડયું આ દરમ્યાન આતંકી સંગઠન આઇએસના પોસ્ટર પણ દેખાડવામા આવ્યા.જામિયા મસ્જિદની બહાર ડઝનો લોકો તેમનો ચહેરો છુપાવીને માર્ગ પર ઉતરી આવ્યા છે. તેમના હાથોમાં સુરતા આર્મી લખેલા પોસ્ટર હતા. એટલુ જથ નહીં તેઓએ મુસાના સમર્થનમાં નારેબાજી પણ કરી આ દરમ્યાન ખુલ્લેઆમ ભડકાઉ નારા લગાવામા આવ્યા.

મહત્વપૂર્ણ છે કે, આમ તો શુક્રવારે નમાઝ બાદ પથ્થરમારાની દ્યટના બનતી હોય છે. પરંતુ ઈદના દિવસે પણ પથ્થરામારો કરીને જમ્મુ કાશ્મીરની શાંતિ ડહોળવાની કોશિશ કરવામાં આવી.

Related posts

ભારતે ૧૮ મહિનામાં ૨૦૦ કરોડ કોરોના વેક્સીનેશનનો રચ્યો ઇતિહાસ

Charotar Sandesh

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા તૈયાર નથી : સુકાન સોનિયા ગાંધી પાસે રહેશે

Charotar Sandesh

મમતા દીદીએ બંગાળ સાથે વિશ્વાસઘાત કર્યો છે : વડાપ્રધાન મોદીએ જંગી ચૂંટણીસભા સંબોધી…

Charotar Sandesh