Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

સરકારના ઘરવિહોણાને ઘરનું ઘરના શમણાં ટલ્લે ચઢયા : આણંદમાં ઘર તૈયાર થયા પણ ચાવી કોની પાસે..!?

સરકારના ઘરવિહોણાને ઘરનું ઘરના શમણાં ટલ્લે ચઢયા : આણંદમાં ઘર તૈયાર થયા પણ ચાવી કોની પાસે? સરકારની નીતીરીતી પર ઉઠયા સવાલ…

આણંદ : રાજકીય પક્ષોદ્વારા ચુંટણી ટાણે ઘરવિહોણા માટે ઘરના સોહામણા સ્વપ્ન મતદાતાઓને બતાવવામાં આવતા હોય છે. પરંતુ સરકાર રચાયા બાદ ઘરનું ઘર શણણા ટલ્લે ચઢવા પામતા હોય તેમ આણંદ ખાતે લાભાર્થીઓ માટે ઘર તૈયાર પણ ચાવીકોની પાસે ?ના સવાલ સાથે સરકારની નીતીરીતી પર આંગળી ચીંધાવા પામી છે. જેનો ઘટસ્ફોટ ગત તા. ૧૮મીની પાલિકા ની સામાન્ય સભામાં એજન્ડામાં સમાવિષ્ટ કામ બાદ ઉજાગર થવા પામ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજય સરકાર દ્વારા ઘરવિહોણા ને ઘરનું ઘર આપવાની યોજના અમલમાં મુકવામાં આવવા સાથે કેટલાક વિસ્તારોમાં પીપીપી ધોરણે લાભાર્થીઓને મકાન આપવાની યોજના હાથ ધરવામાં આવે છે તો બીજીબાજુ દેશના વડાપ્રધાન ૨૦૨૨ સુધીમાં દેશના પ્રત્યેક પરિવાર પાસે પોતાનું ઘર હશેના દાવા કરવામાં આવી રહયા છે.
પરંતુ આણંદ ખાતે છેલ્લા કેટલાય સમયથી પાલિકા વિસ્તારમાં ૪૬૪ આવાસો પૈકી ૩૦૮ જેટલા આવાસો તૈયાર થઈ ચુકયા છે તેમ છતાં લાભાર્થીઓને વંચિત રાખવામાં આવી રહયાના પગલે થોડા સમય પુર્વે પાલિકા દ્વારા રાજયના શિક્ષણ મંત્રીના હસ્તે લાભાર્થીઓ આવાસો ફાળવણીના પત્ર પણ આવપામાં આવ્યા હતા. તેમ છતાં આવાસ સ્થળએ તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે આવાસો સાકાર તો કરાયા.પરંતુ ચાવી કોની પાસે ?ના સવાલો ઉઠવા પામતા આ બાબતનો ઘટસ્ફોટ ગત તા. ૧૮મીના રોજ પાલિકાની મળેલ સામાન્ય સભામાં એજન્ડામાં સમાવિષ્ટ કામ નંબર ૧૫ ને મંજુર કરવા સમયે ઉજાગર થવા પામ્યો હતો.

ત્યારે પાલિકાની વારંવારની વિનંતી છતાં સરકારના શહેરી વિકાસ અને શહેરીગૃહ નિર્માણ વિભાગને આવાસોની બાકીની કામગીરી પુર્ણ કરવાની તાકીદ કરવા છતાં વિભાગ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહયા હોવાના કારણે લાભાર્થીઓ હજુ ઘરનુંઘર થી વંચીત રહેવા પામી રહયાની ચર્ચા ઉઠવા સાથે સરકારની નીતીરીતી પર પણ સવાલ ઉઠવા પામી રહયાનું જાણવા મળેલ છે.

Related posts

બ્રેકિંગ : ખંભાતમાં રામનવમી નિમિત્તે યોજાયેલ શોભાયાત્રામાં પથ્થરમારો : ભારેલી અગ્નિ જેવી સ્થિતિ

Charotar Sandesh

વિદ્યાનગરમાં આવતીકાલે થ્રી લેયર બંદોબસ્ત વચ્ચે ૭ બેઠકોની મતગણતરી થશે, જુઓ વિગત

Charotar Sandesh

રાષ્‍ટ્રએ ૧૦૦ કરોડ રસીકરણની સિધ્‍ધિ હાંસલ કરતાં આણંદ સિવિલ હોસ્‍પિટલ ખાતે ઉજવણી કરવામાં આવી

Charotar Sandesh