Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વિદ્યાનગરમાં આવતીકાલે થ્રી લેયર બંદોબસ્ત વચ્ચે ૭ બેઠકોની મતગણતરી થશે, જુઓ વિગત

મતગણતરી

આણંદ, ઉમરેઠ અને ખંભાતની નલીની આર્ટસ કોલેજમાં તો બોરસદ, પેટલાદ, આંકલાવ અને સોજીત્રા બેઠકની બીજેવીએમ કોલેજ ખાતે મતગણતરી કરાશે

આણંદ : જિલ્લાની સાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી વિદ્યાનગર ખાતે આવેલી નલીની આર્ટસ અને બીજેવીએમ કોલેજ ખાતે થનાર છે જેને લઈને પોલીસ દ્વારા થ્રી લેયર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મતદાન પત્યા બાદ તમામ ઈવીએમ મશીનોને પોલીસ અને અર્ધસૈનિક દળોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિદ્યાનગર લવાયા હતા અને ત્યાં સ્ટ્રોંગરૂમમાં EVM મશીનો મુકી દઈને થ્રી લેયર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પ્રથમ બેલેટ પેપરની મતગણતરી કરાશે ત્યારબાદ ઈવીએમથી ગણતરી થશે, એકી સાથે ૧૬ ટેબલ પર ઈવીએમ ખુલશે એટલે કે ૧૭ થી ૨૨ રાઉન્ડમાં મતગણતરી ચાલશે

આવતીકાલે સવારના આઠ વાગ્યાથી મતગણતરીની શરૂઆત થઈ જનાર છે. પ્રથમ બેલેટ પેપરની ગણતરી કરવામાં આવનાર છે. જે લગભગ અડધાથી પોણા કલાક સુધી ચાલશે ત્યારબાદ ઈવીએમ મશીનો ખુલવાની શરૂઆત થશે એ જોતાં દશ વાગ્યા બાદ રાઉન્ડવાઈસ કોણ આગળ અને કોણ પાછળ છે તેના ટ્રેન્ડ જાણવા મળશે. જિલ્લામાં સરેરાશ ૬૮ ટકા જેટલુ મતદાન થયું છે. એટલે ૧૭ થી ૨૨ રાઉન્ડના અંતે ફાઈનલ પરિણામ જાહેર થસે તેમ મનાઈ રહ્યું છે. મતગણતરી સ્તરે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ અને અર્ધસૈનિક દળોના જવાનોને ગોઠવી દેવામાં આવ્યા છે. મતગણતરી સ્થળ તરફ જતા રસ્તાને પણ બ્લોક કરી દઈને ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે.

મતગણતરીને આડે હવે ગણત્રીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે મતદારોમાં કોણ જીતશે અને કોણ હારશેની જબરી ઉત્સુકતા જોવા મળી રહી છે. ચૂંટણીની દોડધામને કારણે લાગેલા થાકથી ગઈકાલે આખો દિવસ આરામ કર્યા બાદ મતદાનના આંકડાઓ ઉપર ચર્ચાઓ શરૂ થઈ જવા પામી છે. રાત્રીના સુમારે કેટલાય કાર્યકરો દ્વારા તાપણા બેઠકો કરીને ક્યાંથી કેટલા મતો મળી શકે છે, કોણે શું ભુમિકા ભજવી, હાર- જીતના કારણોની ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

Other News : એક્ઝિટ પોલ : ગુજરાતમાં કોની બનશે સરકાર ? જાણો ૨૦૨૨ના સૌથી સટિક અને સૌથી ઝડપી એક્ઝિટ પોલ્સ

Related posts

પંખા-AC ચલાવવા વીજ ચોરી કરતાં ૪૫ ઝડપાયા, તંત્રએ આણંદ જિલ્લામાં ૬.૯૩ લાખનો દંડ ફટકાર્યો

Charotar Sandesh

આણંદ શહેર સહિત ખંભાત-ઉમરેઠ-પેટલાદમાં આજે વધુ ૧૧ લોકો કોરોનાની ઝપેટમાં…

Charotar Sandesh

આણંદ શહેરમાં ર કેસો નોંધાયા : જિલ્લામાં બપોર સુધી નવા ૭ કોરોના પોઝિટિવ સામે આવ્યા…

Charotar Sandesh