Charotar Sandesh
ગુજરાત ચરોતર

સરકાર મહેરબાન આર.ટી.ઓ પહેલવાન…?!! પી.યુ.સીના નામે ઉઘાડી લૂંટ…!

આર.ટી.ઓના નવા નિયમ આવવાથી લોકોને ફાયદા સાથે સાથે બીજી રીતે ગેરફાયદો થતો હોય અને હાલાકીનો સામનો કરવો પડતો હોય તેવું દેખાઈ રહ્યું છે…

આર.ટી.ઓના નવા નિયમ ૧૬ નવેમ્બરથી લાગુ થવા જઈ રહયા છે ત્યારે ગુજરાતની જનતા ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા તેમજ પી.યુ.સી કઢાવવા લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. નોટબંધી નો સમય યાદ આવી ગયો છે. ત્યારે આ નવા નિયમનો ગેરફાયદો થતો હોય તેવું પણ દેખાઈ રહ્યું છે કેમ કે પી.યુ.સી કઢાવવા આવતા લોકો પાસેથી જે ભાવ છે તેના કરતા દોઢા ભાવ લેવાઈ રહયા છે તેવી જનતા બુમો પાડી રહી છે.

આર.ટી.ઓના નવા નિયમ આવવાથી લોકોને ફાયદા સાથે સાથે બીજી રીતે ગેરફાયદો થતો હોય અને હાલાકીનો સામનો કરવો પડતો હોય તેવું દેખાઈ રહ્યું છે.હાલના ભાવ પી.યુ.સી.ના જોવા જઈએ તો ટું વિહલરના ભાવ ૨૦ રૂ છે. ૪ વિહલર.પેટ્રોલ ના ૫૦ છે.જ્યારે ૪ વિહલર સી.એન.જી.ના ૫૦ છે.અને ૪ વહીલર ડીઝલના ૬૦ રૂ છે.પરંતુ રેગ્યુલર ભાવ કરતા અત્યારે ભાવ દોઢા લેવામાં આવી રહયા છે તેવું જનતા બુમો પાડી રહી છે લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવાઈ રહયા છે.ત્યારે પબ્લિકની મજબૂરીનો ફાયદો આર.ટી.ઓ પણ ઉઠવી રહી છે તેને પણ ભાવ વધારો કરી દીધો છે.

આરટીઓની વેબસાઈટ ઉપર હાલ નવો ભાવ દેખાઈ રહ્યો છે જેમાં ૨ વિહલરના ૨૦ હતા જે ૨૫ કરી દેવામાં આવ્યા છે.૪ વિહલર ડિઝાલમાં ૬૦ હતા જેનો નવો ભાવ ૧૦૦ કરી દેવામાં આવી રહ્યો છે. પરંતુ હાલ નવો ભાવ લાગુ પડ્યો નથી.પરંતુ આર.ટી.ઓની વેબસાઈડ ઉપર હાલ નવા ભાવ દેખાઈ રહયા છે આથી ટૂંક સમયમાં નવા ભાવ લાગુ થવાની શક્યતા દેખાઈ રહી છે. ત્યારે હવે લોકોની મજબૂરી નો ફાયદો ઉઠવવામાં આર.ટી.ઓ એ પણ પીછેહઠ કરશે.નહીં..મોકો મળ્યો છે તો ઉઠવી લો તેવી નીતિ અપનાવવામાં આવી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે એટલે કહી શકાય કે સરકાર જનતાની મહેનતના પૈસા ગમે તે રીતે અને જ્યારે મોકો મળે તેનો ફાયદો ઉઠવવામાં કોઈ કસર છોડતી નથી.ત્યારે હવે લોકોના મનમાં એ સવાલ છે કે હજુ કેટલી તકલીફ આવવાની છે.હજુ કેટલા પૈસા સરકાર પડાવી જશે..?

(જી.એન.એસ-કાર્તિક જાની)

Related posts

૧૧ અને ૧૨ સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદની આગાહી…

Charotar Sandesh

અમદાવાદ : બે પોલીસ કોન્સ્ટેબલ સ્યુસાઇડ નોટ લખી ગુમ થતા ચકચાર મચી…

Charotar Sandesh

ભાજપના કોઈ કાર્યકર્તા નારાજ નથી,આઠ બેઠકો પર જીત મેળવીશું : પટેલ

Charotar Sandesh