Charotar Sandesh
ક્રાઈમ ગુજરાત દક્ષિણ ગુજરાત

Crime : અંકલેશ્વરમાં એક જ છોકરીના પ્રેમમાં પડ્યા બે સારા મિત્રો, કરૂણ અંત આવ્યો

મિત્ર

અંકલેશ્વર : બે મિત્રો એક જ છોકરીના પ્રેમમાં ગળાડૂબ થઈ ગયા બાદ ખેલાયો ખૂની ખેલ. પ્રેમ પ્રકરણમાં ૨૫ વર્ષના માછીમારની હત્યા કરાઈ હોવાની ઘટના બની છે.

સતિષ વસાવાને તેના જૂના મિત્ર અને અન્ય ૬ લોકોએ ભેગા થઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટના શુક્રવારે રાત્રે બની હતી.

મૃતક સતિષ વસાવા અને આરોપી રાકેશ વસાવા એક વર્ષ પહેલા સુધી પાક્કી મિત્રતા ધરાવતા હતા. જોકે, તેમના વચ્ચે એક છોકરી આવ્યા બાદ બન્ને એક બીજાથી જૂદા થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે સતિષના નર્સ દિવ્યા વસાવા નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતા અને બન્ને એક બીજાને મળતા રહેતા હતા. જોકે, ટૂંકાગાળા બાદ તેમના પ્રેમ સંબંધો તૂટી ગયા હતા અને તેઓ અલગ થઈ ગયા હતા. જોકે, આ બ્રેકઅપ પછી દિવ્યા સતિષના મિત્ર રાકેશના પ્રેમમાં પડી ગઈ હતી.

મિત્ર સાથે બ્રેકઅપ થયા બાદ તે જ છોકરી સાથે બીજા મિત્રનું ગોઠવાઈ જવાની ઘટનામાં સતિષ અને રાકેશ મિત્રતા ભૂલાવીને આમને સામને આવી ગયા હતા. બન્ને વચ્ચે એક યુવતીના પ્રેમમાં પડવા મુદ્દે શાબ્દિક ઝઘડો પણ થયો હતો. આ બન્ને સામાન્ય રોડ અકસ્માતને લઈને બન્નેએ એકબીજા સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી.

શુક્રવારે રાત્રે જ્યારે સતિષ તેના ભત્રિજા ક્રિષ્ણા સાથે પોતાની હોડી માટે કોઈ સામાન ખરીદવા માટે જઈ રહ્યો હતો, આ દરમિયાન રાકેશ અને અન્ય ૬ લોકોએ તેને અંક્લેશ્વરમાં નવા તારિયા ગામ પાસે અટકાવ્યો હતો. આ પછી સતિષ અને ક્રિષ્ણા પર હુમલો કરવામાં આવ્યો હતો. ક્રિષ્ણાએ પોલીસને જણાવ્યું કે, રાકેશ તેના કાકાને માથામાં લાકડીનો ફટકો માર્યો હતો, રાકેશ અને તેના સાથીઓ સતિષ બાદ પોતાના પર હુમલો કરે તે પહેલા તે ત્યાંથી ભાગી ગયો હતો.

ક્રિષ્ણા કાકા પર હુમલો થયો તે જગ્યા પર થોડી મિનિટો પછી પોતાના સગા સાથે ગયો હતો, સતિષ રોડ પર બેભાન હાલતમાં પડ્યો હતો અને ત્યાં લોહીનું ખોબોચિયું ભરાઈ ગયું હતું. તેને અંકલેશ્વરમાં તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને સારવાર મળે તે પહેલા જ મૃત જાહેર કર્યો હતો.

Other News : વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, ધોધમાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા

Related posts

રાજ્યમાં આવતીકાલથી ધો.૧થી પના વર્ગો શરૂ કરવા શિક્ષણમંત્રી વાઘાણીની જાહેરાત

Charotar Sandesh

રાજ્યમાં વહેલી ચુંટણીના ભણકારા : AAP પાર્ટી બાદ AIMIM પાર્ટીના ઔવેસીએ અમદાવાદની મુલાકાત લીધી

Charotar Sandesh

ગરમીને લઈ હવામાન વિભાગે કરી હિટવેવની આગાહી : આ તારીખ સુધી નહીં મળે ગરમીથી રાહત

Charotar Sandesh