Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

સર્જિકલ સ્ટ્રાઈક અને ભારત-પાકનાં સંબંધો વિશે કંઈ ખાસ ખબર નથીઃ સની

આમ તો આપણે ફિલ્મોમાં સની દેઓલને પાકિસ્તાન વિરુદ્ધ નારા લગાવતા ઘણી વખત જાયા છે પરંતુ પોતાના વાસ્તવિક જીવનમાં તેઓ આવું કશુ જ નથી કરતા. પાકિસ્તાન પર પ્રહાર કરવાનો એક પણ અવસર નહીં ચૂકનારા નેતાઓથી અલગ સની દેઓલ જ્યારે બોલે ત્યારે ખૂબ જ વિચારીને બોલતા હોય છે. તેમણે  કે ફિલ્મોની વાત કંઈક અલગ છે અને વાસ્તવિક જીવનની વાત કંઈક અલગ છે. ફિલ્મી જીવન અને વાસ્તવિક જીવન બધી જ રીતે અલગ હોય છે.
એક ટીવી ઈન્ટરવ્યૂમાં સની દેઓલે  કે ‘ફિલ્મી જીવન અને વાસ્તવિક જીવન બધી જ રીતે અલગ હોય છે. વડાપ્રધાન મોદીએ છેલ્લા પાંચ વર્ષોમાં ઘણા મહાન કાર્યો કર્યા છે. હું ઈચ્છું છું કે તેઓ આવી જ રીતે મહાન કાર્યો કરતા રહે. દેશને એક સાથે રાખીને વિકાસ તરફ લઈ જવો એ જ એક સારા નેતાનું કામ હોય છે.’
સની દેઓલને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ અન્ય નેતાઓથી અલગ છે? જેનાં જવાબમાં તેમણે સ્વીકાર કર્યો કે તેઓ રાજકારણમાં નવા છે. તેમણે  કે, મને સર્જિકલ સ્ટ્રાઈક અને ભારત-પાકિસ્તાનનાં સંબંધો જેવા મુદ્દાઓ વિશે પણ કોઈ ખાસ જાણકારી નથી. હું લોકોની સેવા કરવા માટે અહીં આવ્યો છું. તેમણે કÌšં કે ભાજપને ગુરુદાસપુરની બેઠક કોંગ્રેસ પાસેથી પાછી અપાવવા માટે રાજકારણનાં મેદાનમાં ઉતર્યો છું.

Related posts

ભારતે ચીનને ટક્કર આપવા આધુનિક રાઈફલ્સ-મિસાઈલો માટે રશિયા સાથે મહત્ત્વપૂર્ણ કરાર કર્યા

Charotar Sandesh

કોરોના બેફામ : ૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક ૯,૮૫૧ કેસ, ૨૭૪ના મોત…

Charotar Sandesh

કોરોનાનો ફરી પગપેસારો : ૬ મહિનામાં સૌથી મોટો ઉછાળો, ૨૪ કલાકમાં ૩ હજારથી વધુ નવા કેસ

Charotar Sandesh