Charotar Sandesh
ઈન્ડિયા

કોરોનાનો ફરી પગપેસારો : ૬ મહિનામાં સૌથી મોટો ઉછાળો, ૨૪ કલાકમાં ૩ હજારથી વધુ નવા કેસ

કોરોના (corona)

નવીદિલ્હી : દેશમાં કોરોના (corona)નો ફરી પગપેસારો શરુ થઈ ગયો છે. કોરોના (corona) સંક્રમણની ઝડપ વધી રહી છે. કોરોનાના એક જ દિવસમાં ત્રણ હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના (corona) વાયરસના ૩,૦૧૬ કેસ નોંધાયા છે.

દેશમાં છેલ્લા છ મહિનામાં આ સૌથી વધુ કોરોના કેસ છે, ગયા વર્ષે ૨ ઓક્ટોબરે કોરોનાના ૩,૩૭૫ કેસ નોંધાયા હતા

મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા ૨૪ કલાકમાં ૧,૩૯૬ લોકો કોરોના (corona) થી સાજા થયા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસ હવે વધીને ૧૩,૫૦૯ થઈ ગયા છે. આ પહેલા ૨૯ માર્ચે એક્ટિવ કેસની સંખ્યા ૧૧,૯૦૩ હતી. આ સાથે કોરોનાથી એક દિવસમાં ૧૪ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. કોરોના (corona) થી અત્યાર સુધીમાં કુલ ૫ લાખ ૩૦ હજાર ૮૬૨ લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૪.૪૭ કરોડથી વધુ કેસ નોંધાયા છે. આ ઉપરાંત કુલ ૪ કરોડ ૪૧ લાખ ૬૮ હજાર ૩૨૧ લોકો સાજા થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કોરોના (corona) ના ૨૨૦.૬૫ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

દેશની રાજધાની દિલ્હીમાં પણ કોરોના (corona) ના કેસ વધવા લાગ્યા છે. વધતા જતા કેસ વચ્ચે દિલ્હી સરકારે મહત્વની બેઠક બોલાવી છે. દિલ્હી સરકાર કોવિડની સ્થિતિ પર એક બેઠક યોજશે. આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજ આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ અને નિષ્ણાત તબીબો સાથે બેઠક કરશે.

Other News : વડતાલધામ દ્વિ શતાબ્દી મહોત્સવ અંતર્ગત ચૈત્ર સુદ નોમથી પૂનમ સુધી ચૈત્રી સમયાનો પ્રારંભ

Related posts

પુલવામાં હુમલો : આતંકીના એકાઉન્ટમાં જમા થયા હતા ૧૦ લાખ…

Charotar Sandesh

પ્રવાસે ગયેલા જામનગરના 400 મુસાફરો પૂરી નજીક અટવાયા

Charotar Sandesh

ભારતના દુશ્મનોની હવે ખેર નથી, ઇસરો લોન્ચ કરશે રિસૈટ-૨મ્ઇ૧ સેટલાઇટ

Charotar Sandesh