Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

‘હમ જુદા હો ગયે’ : માયાવતી-અખિલેશનું ગઠબંધનને બાય-બાય…!

  • અંતે બસપા-સપાનું ગઠબંધન તૂટ્યુ,માયાવતી પેટાચૂંટણી એકલા લડશે

લખનૌ,
સમાજવાદી પાર્ટીની સાથે ગઠબંધન તૂટવાની ચર્ચાઓની વચ્ચે માયાવતીએ ખુદ આવીને સ્થિતિ સ્પષ્ટ કરી છે અને હાલ ગઠબંધન પર બ્રેક લગાવાની પુષ્ટિ કરી છે. માયાવતી એ મીડિયા સાથે વાત કરતાં એક બાજુ અખિલેશ અને ડિમ્પલની સાથે હંમેશા માટે સંબંધ બનાવી રાખવાની વાત કહી તો બીજીબાજુ હાલ ચૂંટણી રાજકારણમાં એકલા જ આગળ વધવાની પણ પુષ્ટિ કરી છે. માયાવતીએ લોકસભા ચૂંટણીમાં કારમી હારનું ઠીકરું સમાજવાદી પાર્ટી પર ફોડતા કહ્યું કે તેમને યાદવ વોટ જ ના મળ્યા.
માયાવતી એ કહ્યું કે કન્નૌજમાં ડિમ્પલ, બદાયુંમાં ધર્મેન્દ્ર યાદવ અને ફિરોજાબારમાં અક્ષય યાદવની હાર અમને વિચારવા પર મજબૂર કરે છે. તેમની હારનું અમને પણ ખૂબ દુઃખ છે. સ્પષ્ટ છે કે આ યાદવ બાહુલ્ય સીટો પર પણ યાદવ સમાજના વોટ સપાને મળ્યા નથી. એવામાં એ વિચારવાની વાત છે કે સપાની બેઝ વોટ બેન્ક જ જો તેનાથી છટકી ગઇ છે તો પછી તેમના વોટ બસપાને કેવી રીતે ગયા હશે.
માયાવતીએ કહ્યું કે અખિલેશ અને ડિમ્પલ મારું ખૂબ જ સમ્માન કરે છે. અમારા સંબંધ હંમેશા માટે છે. પરંતુ રાજકીય વિવષતાઓ છે. લોકસભા ચૂંટણીના પરિણામો યુપીમાં જે ઉભરીને સામે આવ્યા છે, ત્યારે દુઃખની સાથે કહેવું પડે છે કે યાદવ બાહુલ્ય સીટો પર પણ સપાને તેમના વોટ મળ્યા નથી. યાદવ સમાજને વોટ ન મળતા કેટલીય મહત્વપૂર્ણ સીટો પર પણ સપાના મજબૂત ઉમેદવાર હારી ગયા. આ આપણને ઘણું બધું વિચારવા માટે મજબૂર કરે છે.
અમારી સમીક્ષામાં એ જાણવા મળ્યું કે બસપા જે રીતે કેડર બેઝ પાર્ટી છે. અમે મોટા લક્ષ્યની સાથે સપાની સાથે મળીને કામ કર્યું છે, પરંતુ અમને કોઇ સફળતા મળી નથી. સપા એ સારી તક ગુમાવી દીધી છે. આવી સ્થિતિમાં સપાને સુધારો કરવાની જરૂર છે. સપાને પણ ભાજપના જાતિવાદી અને સાંપ્રદાયિક અભિયાનની વિરૂદ્ધ મજબૂતીથી લડવાની જરૂર છે. જો મને લાગશે કે સપા પ્રમુખ રાજકીય કાર્યોની સાથે જ પોતાના લોકોને મિશનરી બનાવામાં સફળ થઇ જાય છે તો પછી અમે સાથે ચાલીશું. જો આ કામમાં સફળ થશે નહીં તો અમે એકલા ચલાવાનું જ શ્રેષ્ઠ રહેશે.
લોકસભા ચૂંટણી-૨૦૧૯માં ભાજપને પૂર્ણ બહુમત મળી છે ત્યારે સપા-બસપાએ ઉત્તરપ્રદેશમાં ગઠબંધન કરી ચૂંટણી લડી હતી. પરંતુ આ ચૂંટણીમાં મોદી વેવમાં સપા-બસપા ગઠબંધનને માત્ર ૧૦ સીટો મળતાં માયાવતી નારાજ થયા હતા.

  • સપાને યાદવ વૉટ મળ્યા જ નથી,અખિલેશ પાર્ટીમાં સુધારો લાવશે તો ફરીથી ગઠબંધન શક્ય છે, ડિમ્પલ યાદવ સહિતના સપા દિગ્ગજ નેતાઓ ચૂંટણી હાર્યા તે ચિંતાજનક

Related posts

બાળકો પર જાતિય સતામણીના કેસની સુનાવણી માટે દરેક જિલ્લામાં કોર્ટ બનાવો : સુપ્રીમ કોર્ટ

Charotar Sandesh

Vima Company : હવે સરકારી વીમા કંપનીઓના ખાનગીકરણની તૈયારીમાં મોદી સરકાર

Charotar Sandesh

રેલવેમાં 1665 પદો પર થઈ રહી છે ભરતી, અરજી કરવાને માત્ર 2 જ દિવસ બાકી

Charotar Sandesh