Charotar Sandesh
ઈન્ડિયા

Vima Company : હવે સરકારી વીમા કંપનીઓના ખાનગીકરણની તૈયારીમાં મોદી સરકાર

ન્યુ દિલ્હી : સરકારી બેંકો સહીત અનેક જાહેર ક્ષેત્રની કંપનીઓના ખાનગીકરણની દિશામાં આગળ વધ્યા બાદ હવે કેન્દ્રની મોદી સરકાર સાધારણ વીમા કંપનીઓમાં ખાનગીકરણની યોજના પણ બનાવી રહી છે જે અંગે કાયદામાં ફેરફારો પર સરકાર કામ કરી કરી રહી છે. આ બારામાં એક ખરડો સંસદના ચોમાસુુ સત્રમાં રજુ કરાશે.

સરકાર સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) કાયદો ૧૯૭૨ માં બન્યો હતો

કેન્દ્રની મોદી સરકારે સામાન્ય વીમા કંપનીઓના ખાનગીકરણ માટે સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) કાયદામાં સુધારા કરી રહી છે અને સંસદના મોનસૂન સત્રમાં તેને રજૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર જાહેર ક્ષેત્રની સૌથી મોટી કંપની એલઆઈસીની તેની હિસ્સેદારી પણ વેચી શકે છે. ૧૯ જુલાઈથી શરૂ થનાર સંસદના ચોમાસુ સત્રમાં સુધારા અર્થે સરકાર સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) કાયદો રજૂ કરી શકે છે. સરકાર સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) કાયદો ૧૯૭૨ માં બન્યો હતો. આ કાયદા હેઠળ સામાન્ય વીમા કંપનીઓ તથા હાલની વીમા કંપનીઓના શેર્સનું અધિગ્રહણ-સ્થાનાંતરણ થઈ શકે છે.

નાણામંત્રી નિર્મલા સીતારામણે ૨૦૨૧-૨૨ ના સામાન્ય બજેટમાં જાહેર ક્ષેત્રની બે બેન્કો તથા એક વીમા કંપનીના ખાનગીકરણની જાહેરાત કરી હતી. ૨૦૨૧-૨૨ ના નાણાકીય વર્ષમાં જાહેર ક્ષેત્રની બેન્કો અને વીમા કંપનીઓના ખાનગીકરણ દ્વારા ૧.૭૫ લાખ કરોડ રૂપિયા ભેગા કરવાનુ લક્ષ્ય નક્કી કર્યું છે.

You May Also Like : https://www.charotarsandesh.com/implement-one-nation-one-ration-card-in-all-states-by-july-31-supreme-court/

Related posts

સૌથી ગરમ મુદ્દો / છેવટે નેતા કેમ બે સીટો પરથી ચૂંટણી લડવા ઈચ્છે છે?

Charotar Sandesh

દિલ્હી દંગલ : મોદી-શાહ બેઅસર, ૩૦૦ સાંસદ, ૭૦ મંત્રી છતાં ‘આપ’નું ઝાડુ ફરી વળ્યું…

Charotar Sandesh

રાજ્યસભાના ૨૫૦મા સત્રમાં સામેલ થવુ મારૂ સૌભાગ્ય : વડાપ્રધાન મોદી

Charotar Sandesh