Charotar Sandesh
ગુજરાત

૯ લાખથી વધુ કર્મચારીઓને નાણાંમંત્રીની ભેટ, મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો

૯,૬૧,૬૩૮ કર્મચારી અને પેન્શનરોને ૭માં નાણાંપંચનો લાભ અપાશે

આ વધારો ૧ જાન્યુઆરી ૨૦૧૯થી અમલી ગણાશે, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકોને રૂ.૩૮,૦૯૦ પગાર ચૂકવાશે

ગાંધીનગર,
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મહત્વની જાહેરાત કરી છે. જેમાં કેન્દ્ર સરકારનાં અનુસંધાનમાં રાજ્ય સરકારનાં કર્મચારીઓ અને પેન્શનરોને ૧ -૧- ૧૯થી ૩ ટકા ડીએમાં વધારો મળશે. તેમને આ લાભ જુલાઈ મહીનામાં આપવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આગળ જણાવતા કહ્યું કે, ’૪ લાખ ૫૦ હજારથી વધુ પેન્શનરોને ૩ ટકા ડીએનો લાભ આપવામાં આવશે આ ઉપરાંત ૯૬૧૬૩૮ કર્મચારીઓને આ મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. અત્યાર સુધી ૯ ટકા મોંઘવારી ભથ્થુ ચુકવાતું હતું અને હવે ૧૨ ટકા ભથ્થુ ચુકવાશે. જેનાથી રાજ્ય સરકારની તિજોરી પર ૧૦૭૧ કરોડ રુપિયાનો બોજો પડશે.’

તેમણે મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, ’ફિક્સ પગારનાં કર્મચારીઓમાં ગ્રાન્ટેડ શાળાનાં શિક્ષકોને સરકારી શિક્ષકોની સમકક્ષ પગાર મળશે. તેને ૧-૪ ૨૦૧૯થી પુરેપુરો પગાર ચુકવવામાં આવશે. રાજ્ય સરકારનાં ૨,૦૬,૪૪૭ પંચાયત વિભાગનાં ૨,૨૫,૦૮૩ અન્ય કર્મચારીઓ ૭૯,૫૯૯ અને ૪,૫૦,૫૦૯ પેન્શનરોને મળીને આશરે કુલ ૯,૬૧,૬૩૮ કર્મચારીઓ અને પેન્શનરોને રાજ્ય સરકારે સાતમા નાણાં પંચનાં લાભો મંજૂર કરેલા છે. જે મુજબ હાલમાં પગાર તથા પેન્શન ચુકવવામાં આવે છે.’

નાયબ મુખ્યમંત્રીએ આ અંગે જણાવતાં કહ્યું કે, ’રાજ્ય સરકારનાં પંચાયતનાં તથા અન્ય ગ્રાન્ટેબલ સંસ્થાઓનાં અધિકારીઓ તથા કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવી રહ્યાં છે. ભારત સરકાર દ્વારા ૧.૭.૨૦૧૮થી ૨ ટકા મોંઘવારી ભથ્થુ જાહેર કર્યુ છે. રાજ્ય સરકારનાં કર્મચારીઓને ૩ ટકા મોંઘવારી ભથ્થાનો વધારો કરવામાં આવ્યો છે.’

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગ્રાન્ટેડ શાળાના માધ્યમિક શિક્ષણ સહાયકોનો પગાર વધારીને માસિક રૂ.૩૧,૩૪૦ તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકોને રૂ.૩૮,૦૯૦ પગાર ચૂકવવાની જાહેરાત કરી છે. આ પગાર વધારો ૧ એપ્રિલ ૨૦૧૯થી લાગુ ગણવામાં આવશે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વ્યૂઈંગ ગેલેરીમાં આવેલા વરસાદના પાણી મામલે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, આ અંગેનો રિપોર્ટ મંગાવવામા આવ્યો છે, અને તે અંગે તમામ પગલા લેવામાં આવશે.

Related posts

સાળંગપુર ભીંતચિત્ર વિવાદ વકર્યો : સનાતન સંતોનું મોટું એલાન : લીધી બહિષ્કારની પ્રતિજ્ઞા

Charotar Sandesh

કોંગ્રેસના કાર્યકરી પ્રમુખ હાર્દિક પટેલ ગુજરાત બહાર નહિ જઇ શકે : સેશન કોર્ટે અરજી ફગાવી…

Charotar Sandesh

ગણેશોત્સવમાં ડીજે – મ્યુઝીક બેન્ડને મંજુરી : નવરાત્રી માટે આશા વધી

Charotar Sandesh