Charotar Sandesh
ગુજરાત

સાળંગપુર ભીંતચિત્ર વિવાદ વકર્યો : સનાતન સંતોનું મોટું એલાન : લીધી બહિષ્કારની પ્રતિજ્ઞા

સાળંગપુર ભીંતચિત્ર

કોઈ સંત તેમના કાર્યક્રમ કે મંદિરે જશે નહીં અને કોઈ સાધુ-સંતને સનાતનના કાર્યક્રમમાં બોલવવા નહીં : ઋષિભારતી મહારાજ

ગુજરાતભરમાં સાળંગપુર ભીંતચિત્રને લઈ વિવાદ સર્જાયો છે, ત્યારે સનાતન સંતોનું મોટું એલાન સામે આવ્યું છે, જેમાં તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના બહિષ્કારની પ્રતિજ્ઞા લીધી છે, અને મંદિરે કે કોઈ કાર્યક્રમમાં નહીં જવા લોકોને અપીલ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સાળંગપુરમાં હનુમાન દાદાના વિવાદિત ભીંતચિત્રો મુદ્દે સનાતની સંતો-ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદના લંબે નારાયણ આશ્રમમાં સનાતન સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયના બહિષ્કારની પ્રતિજ્ઞા લીધી છે.

આ બાબતે ઋષિભારતી મહારાજે જણાવેલ કે, કોઈ સંત તેમના કાર્યક્રમ કે મંદિરે જશે નહીં અને તેમના કોઈ સાધુ-સંતને સનાતનના કાર્યક્રમમાં બોલવવા નહીં. જે નિર્ણયને લઈ હાલ તો ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Other News : હનુમાનજીના અપમાનનો વિવાદ ! કરણી સેના મેદાને, આપ્યું ૨૪ કલાકનું અલ્ટીમેટમ

Related posts

રાજ્યના ૩૧ તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ, વલ્લભીપુરમાં ૩ ઇંચ વરસાદ…

Charotar Sandesh

રૂપાણી સરકારનું રૂપાળુ પેકેજઃ ૧ લાખની લૉન માત્ર ૨ ટકાના દરે મળશે…

Charotar Sandesh

વડોદરામાં બાબા રામદેવનો વેશ ધારણ કરી મોંઘવારીના વિરોધમાં સાયકલ યાત્રા કાઢી…

Charotar Sandesh