Charotar Sandesh
ચરોતર

3 આરોપીઓને વિદેશી દારૂ સાથે કુલ રૂ. ૨.૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરતી આંકલાવ પોલીસ

આણંદ જિલ્લામાંથી દેશી-વિદેશી દારૂની બદી  દૂર કરવા અંગે પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણ તેમજ નાયબ પોલીસ અધિક્ષક આર.એલ.સોલંકી પેટલાદની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો ”હાઈ એલર્ટ મોડ” ઉપર કાર્યરત છે.

દરમ્યાન આંકલાવ પોલીસ સ્ટેશન પી.એસ.આઇ ડી.કે.રાઠોડ, હે.કો. હેમંતકુમાર પવનસિંહ, હે.કો.વજેસિંહ શીવાભાઈ, જીલુભાઈ ભાણાભાઈ, સાહિદખાન ઉસ્માનખાન, શક્તિસિંહ જવુભા, છગનભાઇ સાલમભાઇ, રાકેશભાઈ પુનમભાઈ, અજયસિંહ અર્જુન સિંહ પોલીસ સ્ટેશનમાં હાજર હતા, તે દરમ્યાન મળેલ સંયુક્ત બાતમી આધારે એક કવિડ કાર નં જી.જે.09 બી.ડી 2972માં વિદેશી દારૂ ભરેલ તથા કારમાં બેઠેલ ત્રણ ઈસમો [1] ધર્મરાજ ભેરુમલ ગામેતી રહે સવિનાસેક્ટર 14 ઉદેપુર મૂળ રહે ઢીકલા મહોલા નાંદેલતા માવલીજી ઉદેપુર [રાજ] [2]સંજુ ગૌત્તમલાલ મીણા રહે સુક્કુવાસાલુમ્બળતા જી,ઉદેપુર [3] રતનલાલ તેજરામ ડાંગી  રહે. દરોલીવેલવાતા, વલ્લભનગરજી ઉદેપુરથી કારમાં અલગ અલગ કંપનીની બોટલ નંગ 137 રૂ.54.800નો વિદેશી દારૂ  તથા કાર ની કિંમત રૂ, બે લાખ  ,4 નંગ મોબાઈલ ફોન તેમજ રોકડ કુલ મળી 2.59.550નો મુદ્દામાલ પકડી તપાસ શરુ કરી છે.

  • લેખન- નિમેષ પીલુન

Related posts

ખેડા જિલ્લામાં નડિયાદની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાંથી પાંચ દર્દીઓને રજા અપાઇ…

Charotar Sandesh

આણંદની ટુંકી ગલીમાં પીઆઈ આરએન ખાંટ દ્વારા ફુટ પેટ્રોલીંગ છતાં દબાણો જૈસે થૈ ! કોઈ અસર નહીં

Charotar Sandesh

આણંદ : ગામડી ગામમાં ઝેવિયર ગ્રુપ દ્વારા જરુરિયાતમંદને અનાજની કિટનું વિતરણ કરાયું…

Charotar Sandesh