Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદની ટુંકી ગલીમાં પીઆઈ આરએન ખાંટ દ્વારા ફુટ પેટ્રોલીંગ છતાં દબાણો જૈસે થૈ ! કોઈ અસર નહીં

ટુંકી ગલી

આણંદ : આણંદ શહેરના નવનિયુક્ત પીઆઈ આર. એન. ખાંટ દ્વારા શહેરમાં વકરેલી દબાણ અને ટ્રાફિકની સમસ્યામાથી શહેરીજનોને મુક્ત બનાવવા માટે અભિયાન હાથ ઘર્યું છે. જેના ભાગરૂપે ગઈકાલે તેઓએ પીએસઆઈઓ અને પોલીસ જવાનો સાથે જાતે જ ફુટ પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ અને ટુંકી ગલી તેમજ જુના બસસ્ટેન્ડ વિસ્તારમાં બીલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા દબાણો ઉપર કડક કાર્યવાહી કરી હતી.

પોલીસે જાહેરમાં રોડ ઉપર માલસામાન ગોઠવીને ટ્રાફિકને અડચણ રૂપ બનેલા કુલ ૨૪ શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી

પરંતુ આજે સવારથી જ આ કાર્યવાહીની જાણે કે કોઈ અસર ના થઈ હોય તેમ ફરીથી દબાણો ગોઠવાઈ જવા પામ્યા હતા. ટુંકી ગલીમાં તો કેટલાક શખ્સો દ્વારા રોડ ઉપર સામાન ગોઠવી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બસસ્ટેન્ડની સામે આવેલી ફુટપાથો ઉપર પણ દબાણ કરી દેવામાં આવતા સ્થિતિ જૈસે થેની જ જોવા મળી રહી છે.

પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરીને આ અડચણરૂપ દબાણો દુર કરવામાં આવે તેવી પ્રજાજનોની લાગણી અને માંગણી છે.

Other News : આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોમગાર્ડ લાંચ લેતા ACBના હાથે રંગેહાથ ઝડપાયો, જુઓ વિગત

Related posts

કરુણા અભિયાન અંતર્ગત વિશેષ કામગીરી હાથ ધરાઈ : એનીમલ હેલ્પલાઈન નં. ૧૯૬૨ પર સંપર્ક કરવો

Charotar Sandesh

આણંદ જિલ્લામાં પતંગની દોરીથી ઘવાયેલા ૨૨૯ પક્ષીઓની સારવાર કરવામાં આવી

Charotar Sandesh

આજે વિદ્યાનગર ઈસ્કોન મંદિરમાંથી રથયાત્રા નિકળશે : શહેરમાં બપોરના ૧૨ થી ૮ સુધી કર્ફ્યુ

Charotar Sandesh