Charotar Sandesh
સ્પોર્ટ્સ

ભારત-શ્રીલંકા ટી-૨૦ મેચ માટે ટિકિટનો ભાવ ફક્ત ૫૦૦ રૂપિયા..!!

ઇન્દોર : મધ્યપ્રદેશ ક્રિકેટ ઓર્ગેનાઇઝેશન (એમપીસીએ)એ ભારત અને શ્રીલંકા વચ્ચે ઈન્દોરમાં ૭ જાન્યુઆરી ૨૦૨૦એ રમાનારી આગામી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ માટે ટિકિટ રેટ જાહેર કર્યા છે. બંને દેશોની ટી-૨૦ શ્રેણીની આ બીજી મેચની ટિકિટ માટે દર્શકોએ ૫૦૦ રૂપિયા ખર્ચ કરવા પડશે.
એમપીસીએના એક અધિકારીએ જણાવ્યું હતું કે, હોલકર સ્ટેડિયમ ખાતે આયોજિત આ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ જોવા જવા ઇચ્છતા દર્શકોને સામાન્ય કેટેગરીની જુદી જુદી ગેલેરીઓમાં દરેક ટિકિટ માટે ૫૦૦થી ૪,૯૨૦ રૂપિયા ચુકવવા પડશે.
આ સ્ટેડિયમની ક્ષમતા લગભગ ૨૭,૦૦૦ દર્શકોની છે. અધિકારીએ જણાવ્યું છે કે, ટિકિટનું ઓનલાઇન વેચાણ બુધવારે એટલે કે આજે સવારે ૬ વાગ્યથી શરૂ થઈ ગયું છે. ભારતીય ટીમ આગામી ૫ જાન્યુઆરીથી શ્રીલંકા સામે ત્રણ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચની શ્રેણી રમશે. આ મેચ અનુક્રમે ગુવાહાટી, ઇન્દોર અને પુણેમાં રમાવાની છે.

Related posts

ભારતમાં ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનાર ફિફા અંડર-૧૭ વર્લ્ડકપ સ્થગિત થવાની સંભાવના

Charotar Sandesh

કોહલીની કેપ્ટનશીપમાં ભારતે ૩૫ વર્ષ બાદ ઇંગ્લેન્ડમાં બે ટેસ્ટ જીતી

Charotar Sandesh

અલવિદા શેન વોર્ન : ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નનું 52 વર્ષની ઉંમરે હૃદયરોગથી અવસાન

Charotar Sandesh