Charotar Sandesh
સ્પોર્ટ્સ

અલવિદા શેન વોર્ન : ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નનું 52 વર્ષની ઉંમરે હૃદયરોગથી અવસાન

ક્રિકેટર શેન વોર્ન (shane warne)

ક્રિકેટ જગતમાં માઠા સમાચાર સામે આવ્યા છે, જેમાં સ્પિનના જાદૂગર શેન વોર્નનું હૃદયરોગથી અવસાન થયું છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર શેન વોર્ન (shane warne)નું ૫૨ વર્ષની ઉંમરે હૃદય રોગનો હુમલો આવતા અવસાન થયું છે. વોર્નના મેનેજમેન્ટે સંક્ષિપ્તમાં એક નિવેદન આપી આ માહિતી આપી છે.

નોંધનીય છે કે, શેન વોર્ન (shane warne) વિશ્વના મહાન બોલર પૈકીના એક હતા, વિક્ટોરિયામાં ૧૩ સપ્ટેમ્બર,૧૯૬૯ના રોજ જન્મેલા વોર્ને તેની કરિયરમાં ૧૪૫ ટેસ્ટ, ૧૯૪ વનડે ઈન્ટરનેશનલ મેચ રમ્યા હતા. તેમણે ટેસ્ટમાં ૭૦૮ અને વનડે ફોર્મેટમાં કુલ ૨૯૩ વિકેટ લીધી હતી. આ ઉપરાંત તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ ૧૩૧૯ વિકેટ લીધી હતી.

વોર્ને (shane warne) ૧૨ કલાક અગાઉ તેમના અંતિમ ટિ્‌વટમાં રોડ માર્શના અવસાન અંગે દુખ વ્યક્ત કર્યું હતું

આ ટિ્‌વટમાં લખ્યું હતું કે તેઓ અમારી રમતના મહાન ખેલાડી હતા. તેમણે અનેક યુવા છોકરા અને છોકરીઓને પ્રેરિત કર્યા હતા.

Other News : આઈપીએલ ૨૦૨૨ના પ્લે ઓફ મુકાબલા અમદાવાદ સ્ટેડિયમમાં રમાય તેવી સંભાવના

Related posts

આઈપીએલ માટે ધોનીએ શરૂ કરી પ્રેક્ટિસ…

Charotar Sandesh

ક્રિકેટ ધોની બન્યો સર્વશ્રેષ્ઠ ગોપાલક : ખિતાબ આપી સન્માનિત કરાયા…

Charotar Sandesh

યુ.એ.ઇ.માં ટી-૨૦ વર્લ્ડ કપમાં ૧૨ ટીમ વચ્ચે જંગ : રવિવારે ભારત-પાક વચ્ચે હાઇ-વોલ્ટેજ મુકાબલો

Charotar Sandesh