Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

તારાપુર ખાતે મહિલા સશક્તિકરણ માટે કિશોરી મેળો યોજાયો…

આણંદ : ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, હેઠળની બેટી બચાવો બેટી પઢાઓ યોજના અન્વયે બેટી બચાવો બેટી પઢાઓ સેલ અને મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા તાજેતરમાં તારાપુર ખાતે સાર્વજનિક હાઇસ્કુલમાં કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ કિશોરીમેળામાં ઉપસ્થિત દીકરીઓને મહિલા લક્ષી કામગીરી કરતા વિવિધ માળખા જેવા કે મહિલા શક્તિ કેન્દ્ર, બેટી બચાવો બેટી પઢાઓ સેલ, આણંદ, પી.બી.એસ.સી. વન સ્ટોપ સેન્ટર, વિવિધલક્ષી મહિલા કેન્દ્ર, નારી અદાલત, ૧૮૧ જેવી યોજનાઓથી ઉપસ્થિત મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આણંદના બેટીઓનો જન્મદર વધે તે માટે ચિત્રકલા, વકૃત્વ સ્પર્ધા તેમજ કિશોરીઓને હાઇજિન વિશે માહીતી આપી હતી. તેમજ ૩૫૦ જેટલી કિશોરીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત આણંદના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી પુનાબેન પરમાર, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી, ચેતનભાઇ સોજીત્રા, આચાર્યશ્રી પરેશભાઇ સેવક તારાપુર, ફિલ્ડ ઓફિસરશ્રી ઉર્વશીબેન પુરબીયા ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

પેન્ડિંગ કેસ બાબતે પેટલાદના ધારાસભ્યના નામે ફોન આવતા હાઈકોર્ટના જજ ધૂંઆપૂંઆ…

Charotar Sandesh

આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને આણંદ શહેર પાલિકાના તમામ ૧૩ વોર્ડની બેઠક યોજાઈ…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં સુશાસનના પાંચ વર્ષની ઉજવણીના પ્રથમ દિવસે યોજાશે ‘જ્ઞાન શક્તિ દિવસ’

Charotar Sandesh