Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં સુશાસનના પાંચ વર્ષની ઉજવણીના પ્રથમ દિવસે યોજાશે ‘જ્ઞાન શક્તિ દિવસ’

વિજયભાઇ રૂપાણી

આણંદ ખાતે ત્રણ સંસ્થાઓ ખાતે જિલ્લા કક્ષાની જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરાશે

આણંદ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળ પ્રવર્તમાન સરકારના પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે આજે તા.૧ ઓગષ્ટ  થી  તા.૯ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આણંદ ખાતે આજે પ્રથમ દિવસે “જ્ઞાન શક્તિ દિવસ”ની ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે આણંદ ખાતે ત્રણ સંસ્થાઓ ખાતે જિલ્લા કક્ષાની જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ખાતે ગુજરાત રાજ્યના બાળ અલ્પ સંખ્યક આયોગના ચેરમેનશ્રી જાગૃતિબેન પંડ્યા અને ઉમરેઠના ધારાસભ્યશ્રી ગોવિદભાઇ પરમાર, બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય, વિદ્યાનગર ખાતે ગુજરાત વિધાનસભાના મુખ્યદંડકશ્રી પંકજભાઇ દેસાઇ તથા ખંભાતના ધારાસભ્યશ્રી મહેશકુમાર રાવલ અને નગરપાલિકા ટાઉનહોલ, આણંદ ખાતે  સાંસદશ્રી  મિતેશભાઇ પટેલ અને આણંદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રૂપલબેન પટેલની  ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે.

Related posts

વટામણ-તારાપુર હાઇવે પાસે ધુમ્મસભર્યું વાતાવરણ, વાહનચાલકોને મુશ્કેલી…

Charotar Sandesh

આણંદ : વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આતંકવાદીઓના પૂતળાનું દહન કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh

આણંદ : ચીખોદરા ચોકડી પાસેથી ૧૩.૪૨ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ર ઈસમોની ધરપકડ…

Charotar Sandesh