Charotar Sandesh
કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત

Live : ”વાયુ” વાવાઝોડાનો કરંટ : સૌરાષ્ટ્ર-કચ્છમાં 75થી 80ની સ્પીડે તેજ પવનના સૂસવાટા શરૂ…

  • વાવાઝોડુ વેરાવળથી આજે ૧૫૦ કિ.મી. દૂર છે જેની અસર રૂપે જોરદાર પવન ફુંકાતા લોકોમાં ભય પ્રસરી ગયો છે…

રાજકોટ,

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ‘વાયુ’ વાવાઝોડાના કારણે વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને આ વાવાઝોડાની અસર ગઈકાલ બુધવાર સવારથી જ શરૂ થઈ જતા જોરદાર પવન ફુંકાઈ રહ્યો છે. પવનની ઝડપમાં સતત વધારો થતા અનેક વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જો કે આ વાવાઝોડુ વેરાવળથી આજે ૧૫૦ કિ.મી. દૂર છે જેની અસર રૂપે જોરદાર પવન ફુંકાતા લોકોમાં ભય પ્રસરી ગયો છે.

આજે સવારે અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો જ્યારે જૂનાગઢ અને ગોંડલમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો છે. આજે સવારે અમરેલી, ભાવનગર, કચ્છ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, મોરબી, રાજકોટ, પોરબંદરમાં વાદળછાંયા વાતાવરણ સાથે પવનના સૂસવાટા ફુંકાઈ રહ્યા છે. જ્યારે સુરેન્દ્રનગરમાં પણ વાદળછાંયુ વાતાવરણ છવાયેલુ રહ્યુ છે પરંતુ પવનની ગતિ ઓછી છે. ગઈકાલ રાત્રીથી આજે સવાર સુધીમાં જાફરાબાદ અને જેશરમાં એક ઈંચ, પોરબંદરના રાણાવાવ, લખપત, વિસાવદર, ધોરાજીમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ખાંભા, મહુવા, ભૂજ, વેરાવળ, સુત્રાપાડા, જોડિયા, ઉપલેટા, ગોંડલ, ભેંસાણ, જૂનાગઢ, કેશોદ, મેંદરડામાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.  આ ઉપરાંત જસદણના આટકોટ, ધોરાજી, વિરપુર, જેતપુરમાં હળવો-ભારે વરસાદ સવારે વરસી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાયુ વાવાઝોડુ જેમ જેમ નજીક આવતુ જાય છે તેમ તેમ સૌરાષ્ટ્રના સાગરકાંઠે વાયુના સંકટને લઈને સર્તકતા પણ રાખવામાં આવી રહી છે, ત્યારે છેલ્લા બે દિવસથી જે બંદરો ઉપર વાયુ વાવાઝોડાને લઈને ૨ નંબરનું સિગ્નલ હતુ તેમાં સૌરાષ્ટ્રના ચાર બંદરોમાં બુધવારે ૨ નંબરના સિગ્નલને બદલે સીધુ ૯ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યંુ છે.

વાયુ વાવાઝોડું આજે ગુરૂવારે બપોર સુધીમાં દ્વારકા અને વેરાવળના દરિયા વચ્ચે ત્રાટકે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત થઈ રહી છે, ત્યારે સૌરાષ્ટ્રના સાગરકાંઠે જાફરાબાદ, પોરબંદર, વેરાવળ અને કેન્દ્ર શાસિત દીવના દરિયા કિનારે બુધવારે સાંજથી બંદરો ઉપર ૨ નંબરના સિગ્નલને બદલે ૯ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યુ છે. જેમાં કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ બંદર વિભાગ દ્વારા વાયુ વાવાઝોડુ જેમ નજીક આવતુ જાય છે તેમ અને દરિયો તોફાની બનતો જાય છે. ત્યારે બુધવારે સાંજથી સૌરાષ્ટ્રના બંદરો ઉપર ૨ નંબરના બદલે સીધુ ૯ નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યુ છે.

Related posts

હવે કોણ બનશે રાજ્યના નવા પોલિસવડા : ડીજીપીની રેસમાં આ નામ સૌથી મોખરે

Charotar Sandesh

ફટાકડા ફોડવા સંદર્ભે સરકારે કોઈ નિર્ણય ના કર્યો, કહ્યું- ‘ટૂંક સમયમાં યોગ્ય જવાબ રજૂ કરીશું’

Charotar Sandesh

રાજ્યમાં ૪૧ ટકા લોકોને વેક્સિનના પ્રથમ ડોઝથી સુરક્ષિત કરાયા…

Charotar Sandesh