અમદાવાદ : રાજ્યના પોલિસવડા આશિષ ભાટિયા સહિત ચાલુ વર્ષે ઘણા સિનીયર આઈપીએસ ઓફિસર નિવૃત્ત થશે, ત્યારે હવે ગુજરાતના નવા ડીજીપી કોણ બનશે ? તે ચર્ચા ઉઠવા પામી છે. જ્યારે પોલિસવડાની રેસમાં હાલના અમદાવાદ શહેર પો.કમિશ્નર અને ૧૯૮૭ના બેચના સંજય શ્રીવાસ્તવનું નામ મોખરે છે.
ત્યારે બીજી તરફ વડોદરા, રાજકોટ તેમજ સુરત પોલીસ કમિશ્નરની બદલીનો તખ્તો પણ તૈયાર કરાયો છે તેમ જાણવા મળેલ છે
વધુમાં, રાજ્યના હાલના ડીજીપી આશિષ ભાટિયા જુલાઈમાં નિવૃત્ત થશે અને નવા ડીજીપી ઓગસ્ટમાં સ્થાન ગ્રહણ કરશે. હવે રાજ્ય સરકારે પેનલમાં નામ મોકલવાના થશે અને દિલ્હીથી નવા ડીજીપીનું નામ સિલેક્ટ થશે. તેવામાં હાલના અમદાવાદ પોલિસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવનું નામ ટોપ પર અને તેમની સાથે પેનલમાં અતુલ કરવાલ અને વિકાસ સહાયનું નામ આવે શકે તેમ છે.
Other News : હવે બાપુ બગડ્યા : હાર્દિક પટેલના ભાજપમાં જવા મુદ્દે ભરતસિંહ ભડક્યા, જુઓ શું કહ્યું