Charotar Sandesh
ગુજરાત

અમિત શાહની વિશ્વ ઉમિયા સંસ્થાના સેક્રેટરી સાથે બંધ બારણે બેઠક

જેમ જેમ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષોનાં નેતાઓ વિવિધ સમાજને પોતાની વાત મનવવાનાં પ્રયત્નો કરતા દેખાય છે. ત્યારે અમિત શાહ ગઇકાલે અમદાવાદમાં હતા ત્યારે વિશ્વ ઉમિયા સંસ્થાના સેક્રેટરી આર.પી. પટેલ અને સભ્યો સાથે પટેલ અને સભ્યો સાથે મુલાકાત કરી હતી. આ સાથે અમિત શાહે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યાં હતાં. આ બંધ બારણાની બેઠક આશરે અઢી કલાક ચાલી હતી.
આ મામલે મળતી માહિતી પ્રમાણે અમિત શાહ પોતાની પૌત્રીનાં જન્મદિનનાં પ્રસંગે અમદાવાદમાં આવ્યાં હતાં. ત્યારે તેમણે રાતે વિશ્વ ઉમિયા સંસ્થાના સેક્રેટરી આર.પી.પટેલ અને સભ્યો સાથે તેમના જ નિવાસસ્થાન ડિવાઇન આઇલેન્ડ સોસાયટીમાં મુલાકાત કરી હતી. આ બેઠકમાં અમિત શાહ, વિજય રૂપાણી, નિતની પટેલ, પ્રદીપસિંહ જાડેજા પણ જાડાયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પાટીદારોમાં ટિકિટ વહેંચણી અંગેની જે નારાજગી છે તેને મનાવવાનાં પ્રયાસો થઇ રહ્યાં હતાં.
આ બેઠક બાદ અમિત શાહ અને અન્ય નેતાઓ ગાંધીનગરમાં ભાજપનું મધ્યસ્થ કાર્યાલય છે ત્યાં પણ બેઠક કરી હતી. આ બેઠકમાં રાજ્ય ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ સામેલ થયા હતાં. જેમાં રાજ્યમાં કઇ રીતે ચૂંટણી પ્રચાર થઇ રહ્યો છે તેની પણ ચર્ચા થઇ હતી.

Related posts

હોમિયોપેથિક દવાના ૧૦ લાખ ડોઝનું વિતરણ કરવામાં આવશે : સીએમ રૂપાણી

Charotar Sandesh

નવી ગાઇડલાઇન : આવતીકાલથી અમદાવાદ-વડોદરામાં જ રાત્રી કર્ફ્યુ : સ્કૂલ-કોલેજો સંપૂર્ણ ઓફલાઈન

Charotar Sandesh

અમદાવાદમાં કોંગ્રેસે પ્રચારમાં વોટ ફોર કોંગ્રેસ લખેલી સેનિટાઈઝરની બોટલો વહેંચી…

Charotar Sandesh