Charotar Sandesh
ગુજરાત

નવી ગાઇડલાઇન : આવતીકાલથી અમદાવાદ-વડોદરામાં જ રાત્રી કર્ફ્યુ : સ્કૂલ-કોલેજો સંપૂર્ણ ઓફલાઈન

કોર કમિટીની બેઠક

ખુલ્લામાં થતા લગ્ન પ્રસંગ અને જાહેર કાર્યક્રમોમાં ક્ષમતાના 75%ની છૂટ

ગાંધીનગર : રાજ્યમાં કોરોના ઘટતાં નિયંત્રણોમાં ઘટાડો કરાઈ રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લીધેલા નિર્ણયો અનુસાર આપવામાં આવેલી છૂટછાટ અને નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે.

આ જાહેરનામાની મુખ્ય બાબતોમાં રાજ્યના બે મહાનગરો અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ તા.૧૮ ફેબ્રુઆરી થી તા.૨૫ ફેબ્રુઆરી. દરમ્યાન દરરોજ રાત્રે ૧૨થી સવારે ૫ વાગ્યા સુધી અમલમાં રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કોરોના ગાઇડલાઈનના નિયમોમાં કેટલીક વધુ છૂટછાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ખુલ્લામાં થતા લગ્ન પ્રસંગ અને જાહેર કાર્યક્રમોમાં ક્ષમતાના ૭૫%ની છૂટ આપવામાં આવી છે

રાજ્યમાં યોજાતા સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડાઓ અને લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં આવા પ્રસંગો યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના ૭૫ ટકા અને બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના ૫૦ ટકા વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. લગ્ન સમારોહ માટે હવે ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહેશે નહીં.

Other News : શિક્ષકોની બદલી-બઢતીના નિયમો ફેરફાર : જિલ્લા ફેરબદલીની અરજી ૧૦ને બદલી પ વર્ષે કરી શકાશે

Related posts

અંબાજી અકસ્માત : મૃતકોના પરિવારને રૂ. ૧૦ લાખની સહાય કરવા અમિત ચાવડાની માંગ…

Charotar Sandesh

સરકારી-ખાનગી બંને શાળાઓમાં પરીક્ષાની એક સમાન પદ્ધતિ લેવાશે…

Charotar Sandesh

રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે ૧૨ જેટલા રોડ-રસ્તા બંધ હાલતમાં…

Charotar Sandesh