Charotar Sandesh
ગુજરાત ચરોતર

આજે રવિવારે રાજ્યની તમામ આરટીઓ કચેરી ખૂલ્લી રહેશે…

લાયસન્સને લગતી કોઇ પણ કામગીરી કરવામાં આવશે નહિ…

અમદાવાદ : ટ્રાફિકના નવા નિયમો અમલી બન્યા બાદ આરટીઓ કચેરીમાં અરજદારોનો ધસારો વધી રહ્યો છે. જેને લઈ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીએ પરિપત્ર બહાર પાડીને રવિવાર એટલે ૨૨ સપ્ટેમ્બરના રોજ રાજ્યની તમામ આરટીઓ કચેરી ખુલ્લી રાખવાની જાહેરાત કરી હતી. સાથે જ તમામ સ્ટ્રાફ અને અધિકારીઓ પણ હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી.
આ પરિપત્રના કારણે લોકોને રાહત મળી હતી. કારણ કે નોકરી ધંધા પર જતા લોકોને ચાલુ દિવસે સમય મળતો ન હોવાથી તેઓ રવિવારે પોતાનું કામ કરી શકશે. આ અંગેનો પરિપત્ર ૧૯ સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. શુક્રવારે સરકાર તરફથી આ અંગે એક જાહેરખબર આપવામાં આવી છે.
જોકે, આ જાહેરખબરમાં એક ખાસ નોંધ પણ લખવામાં આવી છે કે ડ્રાઈવિંગ લાઇસન્સ, લર્નિંગ લાઇસન્સ, ડ્રાઇવિંગ રિન્યૂ અને રિ-સ્ટેટ તેમજ હયાત લાઇસન્સના વર્ગના ઉમેરો કરવાની સેવા રવિવારના દિવસે આપવામાં આવશે નહીં.
હાલ લાઇસન્સ રિન્યૂ કરાવવા તેમજ લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે આરટીઓમાં લાંબી કતારો લાગે છે ત્યારે રવિવારે કચેરી ચાલુ રહેશે પરંતુ લાઇસન્સને લગતી સેવા બંધ રહેશે તો તેનો શું મતલબ તેવો પણ પ્રશ્નો ઉઠ્યો છે.

Related posts

ગુજરાતમાં યુવાપેઢી બેરોજગારીના કાળચક્રમાં ફસાઈ

Charotar Sandesh

સરકારે રક્ષાબંધન, ગણેશોત્સવ સહિતના તહેવારોને લઈને જાહેર કરી ગાઈડલાઈન

Charotar Sandesh

આણંદ ગ્રામ પંચાયતમાં ૩થી વધુ વાહનો લઈને ચુંટણીના પ્રચાર નહીં કરી શકાય : જિલ્લા કલેકટર

Charotar Sandesh