Charotar Sandesh
ગુજરાત

ગુજરાતમાં યુવાપેઢી બેરોજગારીના કાળચક્રમાં ફસાઈ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના હજારો ડિગ્રીવાળા વિદ્યાર્થીઓ બેરોજદાર : કુલપતિએ વેબસાઈટ પર જોબ ઓપ્શન જણાવ્યું

સુરત : ૫૨મા ખાસ પદવીદાન સમારંભમાં ૧૧ ફેકલ્ટીમાં ડિગ્રી લેનારા એક હજાર વિદ્યાર્થી વધ્યા છે. વર્ષ ૨૦૨૦ના ઓગસ્ટના ૫૧મા ખાસ પદવીદાનમાં ૩૪૬૮ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ હતી. જો કે, તે સમયે કોરોના વધુ હોવાથી સમારંભ ઓનલાઇન યોજાયો હતો. પરંતુ હવે કેસોની સંખ્યા ઘટતા ઓફલાઇન યોજાશે, જેમાં ૪૬૨૨ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા વર્ષે કોરોનાને કારણે વિદ્યાર્થીઓએ ડિગ્રી લેવા રજિસ્ટ્રેશન નહીં કરાવવા સાથે પરીક્ષાઓ પણ મોડી ચાલી હતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ૨૪ ઓગસ્ટે ૫૨મો ખાસ પદવીદાન સમારંભ યોજાશે. આ અંગે યુનિવર્સિટીએ છેલ્લા બે વર્ષ કે તેથી અગાઉ અભ્યાસ પૂર્ણ કર્યો હોય અને ડિગ્રી લેવાની બાકી હોય એવા અંડર-પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન ફોર્મ ભરાવ્યા હતા. આ પ્રક્રિયામાં યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ પાસે રોજગારને લગતી માહિતી પૂછી હતી. જેમાં કુલ ૮૦૪૧૭માંથી ૪૮૩૭૫ વિદ્યાર્થીઓએ કહ્યું, કંઈજ નથી કરતા, બેકાર છીએ. હાલની જ વાત કરીએ તો ઓગસ્ટ-૨૦૨૧માં ૪૬૨૨માંથી ૩૧૬ વિદ્યાર્થીઓ નોકરી-ધંધો કરે છે. ૨૨૩ વિદ્યાર્થી નોકરી કરે છે તો ૫૩ પોતાનો ધંધો છે અને ૪૦ કૌટુંબિક ધંધામાં જોડાયેલા છે. તો ૭૭૭ વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઘણા વિદ્યાર્થીઓને રોજગારી મળતી ન હોવાની કેન્દ્ર-રાજ્ય સરકારને ફરિયાદો મળી હતી. જેથી બંને સરકારે તમામ યુનિવર્સિટીઓ પાસેથી રોજગાર અંગેની માહિતી માંગી હતી. જોકે, છેલ્લા બે વર્ષ દરમિયાનના આ આંકડા છે, જેમાં ઘણા વિદ્યાર્થીને નોકરી મળી ગઈ હશે અથવા ધંધો કરતા થઇ ગયા હશે. ૨૪મીના ૫૨મા ખાસ પદવીદાન સમારંભમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહેશે. યુનિવર્સિટીએ સૂચના આપી છે કે સમારંભમાં મોબલાઇ બંધ રાખવો પડશે. હોલમાં મીડિયાકર્મી સિવાય કોઇ પણ વ્યક્તિ કેમેરા, બેગ વગેરે લઇ જઇ શકશે નહીં.

Other News : મોદી ગુજરાતની મુલાકાતે આવી શકે છે : તેમના જન્મ દિવસે વિવિધકાર્યોનું લોકાર્પણ કરશે

Related posts

રાજ્યમાં રવિવારે વેપારીઓને કોરોના વેક્સિન અપાશે : ના.મુખ્યમંત્રીની જાહેરાત

Charotar Sandesh

વિજયભાઇએ છોટા ઉદેપુરમાં : નિતીનભાઇએ વિસાવદરમાં ત્રિરંગો ફરકાવ્યો

Charotar Sandesh

સેવાયજ્ઞ’’-‘‘ રરર દિવસ-રરર નિર્ણય’’પુસ્તકનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયું વિમોચન

Charotar Sandesh