Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

ચાંદીના ચમચા લઈને જન્મનારાને ગરીબીની વેદના ખબર ન હોય : અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાને અમદાવાદ શહેરમાં ૮૦૦ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું…

અમદાવાદ શહેરમાં બોપલ ખાતે ૪૪૩૯ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસ આપવામાં આવ્યા,૩૭૦ અને ૩૫-એ હટ્યા બાદ કાશ્મીરમાં એક પણ ગોળી ચલાવવી પડી નથી, મોદી મોદીના નારાથી કૉંગ્રેસીયાઓના પેટમાં ચૂક આવે છે…

ગાંધીનગર : દિવાળી પહેલાં જ અમદાવાદ શહેરને દેશના ગૃહ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધયક્ષ અમિત શાહના વરદ હસ્તે અમદાવાદ શહેરમાં ૮૦૦ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ થયું હતું. જેમાં શહેરનો સૌથી લાંબો અંજલિ બ્રિજ, ૫ જેટલા મલ્ટિલેવલ પાર્કિંગ, સરદાર પટેલ રિંગ રોડ પર બનેલા બે બ્રિજ અને રિવરફ્રન્ટ ખાતે તૈયાર કરાયેલા ચિલ્ડ્રન પાર્કનું બોપલ ખાતે આયોજિત કાર્યક્રમમાં લોકાર્પણ કર્યું હતું. જેમાં બાળકો રમી શકે તેવો લાઇટ સાથેનો ફાઉન્ટેન તૈયાર કરાયો છે.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગરીબીના મુદ્દે કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અમદાવાદના બોપલ ખાતે યોજાયેલી એક સભામાં તેમણે કહ્યું હતું કે ચાર પેઢીથી ચાંદીના ચમચા લઈને જન્મનારાને ગરીબીને વેદના ખબર ન હોય’ અમિત શાહે કૉંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં મોદી મોદીના નારા લાગી રહ્યા છે જેનાથી કૉંગ્રેસીયાઓના પેટમાં ચૂક આવી રહી છે પરંતુ આ સન્માન કમળનું કે નરેન્દ્ર મોદીનું સન્માન નથી પરંતુ ૧૨૫ કરોડ ભારતીયોનું સન્માન છે.
અમિત શાહે જણાવ્યું હતું કે ’મહારાષ્ટ્રની ચૂંટણીમાં હું શૌચાલયોના નિર્માણને ઉપલબ્ધી ગણાવતો હતો ત્યારે કૉંગ્રેસના મિત્રો મારી મજાક ઉડાડતા હતા કે અમિત ભાઈ ટોઇલેટને ઉપલબ્ધી ગણાવે છે. જ્યારે ૧૬ વર્ષની દીકરી ખુલ્લામાં શૌચાલય જાય છે ત્યારે તેનો આત્મવિશ્વાસ રોજ ચૂરચૂર થાય છે ત્યારે આ દેશના ૧૦ કરોડો લોકોને શૌચાલય આપીને તેમના જીવનને સુધારવાનું કામ નરેન્દ્ર મોદીની સરકારે કર્યુ છે. ચાર ચાર પેઢીથી ચાંદીના ચમચા લઈને જન્મનારાને ગરીબીની વેદાન ખબર ન હોય. નરેન્દ્રભાઈએ નાનપણથી ગીરીબીને વેદનાનો અનુભવ કર્યો છે એટલે દેશના ૬૦ કરોડ ગરીબોને ઘર, સ્વાસ્થ્ય, બૅન્ક એકાઉન્ટ ગેસ મળ્યો છે.
શાહે વિરોધ પક્ષને સવાલ પૂછ્યો હતો કે અમારી ટીકા કરો તેનું સ્વાગત છે પરંતુ ૫૫ વર્ષ સુધી તમારી ચાર પેઢીએ રાજકર્યુ દેશના ૫૦ કરોડ લોકોને પાયાની સુવિધા જેવી કે સ્વાસ્થ્ય મકાન વગેરેથી વંચિત કેમ રાખ્યા? આજે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અમારી સરકાર આ કામ કરી રહ્યા છે. બે દિવસમાં ગુજરાત સરકાર, જિલ્લાની કચેરીઓ, ઓડા, કૉર્પોરેશન દ્વારા બે દિવસમાં જ ૧૩૦૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ થઈ રહ્યું છે.
કૉંગ્રેસના નેતાઓએ સંસદમાં ભાષણ આપ્યું હતું કે કાશ્મીરમાંથી કલમ ૩૭૦-છ અને ૩૫-છની કલમ હટશે તો કાશ્મીરમાં લોહની નદીઓ વહેશે પરંતુ મારે કૉંગ્રેસને કહેવું છે કે ’ કાશ્મીરમાં એક પણ ગોળી નથી ચલાવવી પડી કાશ્મીર પોતાની વિકાસ યાત્રા પર નીકળી પડ્યું છે. આ નિર્ણયથી જમ્મુ-કાશ્મીર ખરા અર્થમાં ભારતનું અભિન્ન અંગ બન્યુ છે.

Related posts

ભક્તોએ હજુ રાહ જોવી પડશે : અંબાજી મંદિર ૧૧ જૂન સુધી બંધ રહેશે…

Charotar Sandesh

હવે નવી મુદત નહિ પડે… લાભ પાંચમથી હેલ્મેટ-પીયૂસીનો અમલ શરૂ…

Charotar Sandesh

ગુજરાત યુનિ. દ્વારા યુજી-પીજીમાં ઓનલાઈન-ઓફલાઈન પદ્ધતિથી પરીક્ષા યોજાશે…

Charotar Sandesh