Charotar Sandesh
ગુજરાત ચરોતર

ખાનગી વાહનમાં પોલીસ લખીને ભારે રોફ જમાવનાર સામે કાર્યવાહી કરાશે…

મહેસાણા જિલ્લા પોલીસ વડાએ પોલીસ કર્મચારીઓને તેમના પોતાના ખાનગી વાહન પર પોલીસ ન લખવા માટેના આદેશ બહાર પાડ્યા…

ગાંધીનગર,

પોલીસ કર્મચારીઓ પોતાના ખાનગી વાહન પર ‘પોલીસ’ લખીને ભારે રોફ જમાવતા હતા, પરંતુ હવે તેમને આ રીતે ‘પોલીસ’ લખવાનું ભારે પડી જશે. મહેસાણા જિલ્લા પોલીસ વડાએ પોલીસ કર્મચારીઓને તેમના પોતાના ખાનગી વાહન પર પોલીસ ન લખવા માટેના આદેશ બહાર પાડ્યા છે. મહેસાણા જિલ્લા પોલીસ વડાને જાહેર હિતના સંદર્ભમાં હિન્દુ યુવા વાહિનીના અધ્યક્ષ શૈલેન્દ્ર પાઠક તરફથી એક અરજી કરવામાં આવી હતી.

તેમણે અરજીમાં જણાવ્યું હતું કે, “પોલીસ લખેલા સ્ટીકરના કારણે સમાજના મધ્યમ અને મજુર વર્ગમાં દબાણની સ્થિતિ પેદા થાય છે. શિક્ષીત વર્ગ તેનાથી દુષ્પ્રભાવિત થાય છે. આથી આ પ્રકારના પોલીસના ખાનગી વાહન પર ‘પોલીસ’ ન લખવું જોઈએ.”

આ પત્રના સંદર્ભમાં મહેસાણા જીલ્લા પોલીસ વડાએ આદેશ બહાર પાડતા જણાવ્યું છે કે, “પોલીસ કર્મચારીઓએ પોતાના ખાનગી વાહન પર ‘પોલીસ’ લખવું નહીં. પોતાના ખાનગી વાહન પર ‘પોલીસ’ સ્ટીકર લગાવનારા કર્મચારી સામે મોટર વ્હિકલ એક્ટ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ આ આદેશનું ઉલ્લંઘન કરવા બદલ શિસ્તભંગના પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે.” ઉલ્લેખનીય છે કે, મોટાભાગના પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ પોતાના ખાનગી વાહન ઉપર ‘પોલીસ’ લખેલું સ્ટીકર લગાવી રાખતા હોય છે. જેના કારણે લોકોમાં એવો ભ્રમ પેદા થતો હોય છે કે, આ ખાનગી વાહન પણ પોલીસ વિભાગનું છે. સાથે જ કેટલાક અસામાજિક તત્વો પોતાના ખાનગી વાહન પર ‘પોલીસ’ના લોગો લગાવીને એ વાહનનો દૂરૂપયોગ કરતા હોય છે.

Related posts

ક્રાઇમ બ્રાંચના પોલીસ અધિકારી-કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી તોડ કરતી નકલી પોલીસ ગેંગ ઝડપાઈ

Charotar Sandesh

આણંદ ખાતે ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ભવ્ય ઉજવણી : જિલ્લા કલેક્ટર મિલિંદ બાપનાએ તિરંગો લહેરાવી ધ્વજવંદન કર્યુ

Charotar Sandesh

ઉનાળાના પ્રારંભે જ લીંબુના ભાવ આસમાને : કિલોના ૧૦૦ રૂ. થયા…

Charotar Sandesh