Charotar Sandesh
ક્રાઈમ ગુજરાત

ક્રાઇમ બ્રાંચના પોલીસ અધિકારી-કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી તોડ કરતી નકલી પોલીસ ગેંગ ઝડપાઈ

ક્રાઇમ બ્રાંચના પોલીસ

ક્રાઇમ બ્રાંચના પોલીસ અધિકારી કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી હોટલ/ગેસ્ટ હાઉસમાંથી નિકળતા કપલનો પીછો કરી તોડ કરતી નકલી પોલીસ ગેંગને ઝડપી પાડતી એલ.સી.બી. ઝોન

અમદાવાદ : શહેરમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલીક સાહેબના હુકમથી અધિક પોલીસ કમિ. શ્રી સેકટર-૧ શ્રી ચીરાગ કોરડીયા સાહેબ તથા નાયબ પોલીસ કમિ. ઝોન-૧, શ્રી ડો.લવિના સિન્હા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઝોન-૧ પો.સબ.ઇન્સ. શ્રી એચ.એચ.જાડેજા તથા એલ.સી.બી. ઝોન-૧ પોલીસ સ્ટાફના માણસો અમદાવાદ શહેરમાં ખાનગી વાહનમાં ઝોન-૧ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન સાથેના અ.હે.કો. અરવિંદભાઇ ડાહ્યાભાઇ બ.નં. ૪૯૧૭ તથા અ.હે.કો. મયુરધ્વજસિંહ રાજેન્દ્રસિંહ બ.નં. ૯૨૫૪ તથા અ.પો.કો. માધવકુમાર પોલાભાઇ બ.નં. ૮૯૪ તથા અ.પો.કો. અમિતસિંહ શીવાભાઇ બ.નં. ૪૪૪૧ નાઓને મળેલ સંયુક્ત ખાનગી બાતમી હકકીત આધારે હોટલ/ગેસ્ટ હાઉસમાંથી નિકળતા કપલનો પીછો કરી તેઓ પાસેથી પૈસા કઢાવી લેતા અને તોડ કરતી અને થોડા સમય પહેલા વાડજ વિસ્તારમા એક પુરૂષને ક્રાઇમ બ્રાંચના પોલીસ અધિકારી/કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી પૈસા કઢાવી લેનાર નકલી પોલીસ ગેંગના ઇસમ (૧) અકરમ જીરૂદીન અંસારી (૨) મોહસીનખાન ફારૂકખાન પઠાણ નાઓને પકડી પાડી વાડજ પોલીસ સ્ટેશન ખાતે સોંપી એલ.સી.બી. ઝોન-૧, પોલીસ સ્ટાફ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓએ કબુલ કરેલ અન્ય ચોરીઓની વિગત તથા ગુન્હાહીત ઇતીહાસઃ– પકડાયેલ ઇસમ નં-(૧) અને (૨) નાઓ આજથી આશરે છ સાત દિવસ પહેલા શીલજ ખાતે એક કપલનો તોડ કરેલ હોવાની કબુલાત કરેલ છે. ઇસમ નં-(૨) નાની વિરૂધ્ધમા ચાંદખેડા, કાગડાપીઠ, શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે નકલી પોલીસ તરીકેની ઓળખ આપવાના ગુનામા તથા ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે મારા મારીના ગુનામા પકડાયેલ છે.

  • Shailesh Patel

Other News : સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટની કચેરીનું સ્થળાંતર : ગામડી, વાસદ, સામરખા, ચિખોદરાના રહીશોએ જુના સેવા સદન ખાતે સંપર્ક કરવો

Related posts

ગુજરાત ચૂંટણીમાં મતદાનના દિવસે શાળા-કોલેજો અને સરકારી કચેરીઓમાં રજાને લઈ આવ્યા સમાચાર, જુઓ

Charotar Sandesh

સુરત : 14 માળની કાપડ માર્કેટની આગ 12 કલાક બાદ પણ બેકાબૂ : કરોડોનું નુકસાન, વેપારીઓમાં રોષ…

Charotar Sandesh

Corona Down : ૮ જિલ્લામાં શૂન્ય કેસ તો ૩ શહેર અને ૧૮ જિલ્લામાં સિંગલ ડિજિટમાં કેસ…

Charotar Sandesh