Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ ખાતે ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ભવ્ય ઉજવણી : જિલ્લા કલેક્ટર મિલિંદ બાપનાએ તિરંગો લહેરાવી ધ્વજવંદન કર્યુ

સ્વાતંત્ર્ય પર્વ

આણંદ જિલ્લાને વિકાસની નવી ઉંચાઈએ લઈ જવા સંકલ્પબધ્ધ બનવા અનુરોધ કરતા જિલ્લા કલેક્ટરશ્રી મિલિંદ બાપના

આણંદ : પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભારતના ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહ-આનંદભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર મિલિંદ બાપનાએ તિરંગો લહેરાવીને ધ્વજવંદન કર્યુ હતુ, ધ્વજવંદન બાદ જિલ્લા કલેકટર મિલિંદ બાપના, પોલીસ અધિક્ષક પ્રવીણકુમાર તથા અધિક જિલ્લા કલેક્ટરએ ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરીને નાગરીકોનું અભિવાદન કર્યુ હતું.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરએ સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવીને દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આહૂતિ આપનાર નામી અનામી શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે વિવિધ શાળા-કોલેજો અને સંસ્થાઓ દ્વારા લોક-નૃત્ય, એક ભારત-શ્રેષ્ઠ ભારત જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ તકે મહાનુભાવો દ્વારા વીર શહીદોના સ્મારકને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. તેમજ કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, સાંસદ મિતેષભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ, ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણકુમાર, અધિક જિલ્લા કલેકટર આર.એસ.દેસાઇ, આણંદ પ્રાંત અધિકારી વિમલ બારોટ, અગ્રણી સર્વ રાજેશભાઈ પટેલ અને મહેશભાઈ પટેલ, વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા.

Other News : સવા૨ના ૭ કલાક પહેલાં અને રાત્રિના આ સમય બાદ કોચીંગ-ટયુશન કલાસ ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ

Related posts

ધો.૧ર સામાન્ય પ્રવાહ : આણંદ ૭૦.૦૩ અને ખેડાનું ૬૩.પ૭ ટકા પરિણામ જાહેર

Charotar Sandesh

આણંદ : જ્વેલર્સનાં માલિક પાસેથી ૧૫ લાખની મતા ભરેલો થેલો લઇ ગઠિયો ફરાર…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ જુઓ કેટલો વરસાદ નોંધાયો ?

Charotar Sandesh