Charotar Sandesh
ઈન્ડિયા

જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય…પ્રતિબંધ હટતા પર્યટકો પ્રવાસ કરી શકશે…

જમ્મુ-કાશ્મીરમાં પર્યટકોની અવરજવર મામલે રાજ્ય સરકારે પરત લીધી એડ્‌વાઈઝરી…

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરની અર્થવ્યવસ્થાની લાઈફલાઈન એવા પર્યટકોની અવરજવર પર જે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો તે હવે હટાવી દેવાયો છે. રાજ્યમાં કલમ ૩૭૦ હટાવાયા બાદથી સુરક્ષા કારણોસર પર્યટકો માટે દ્વાર બંધ કરી દેવાયા હતાં. એકવાર ફરીથી પર્યટકોને આવકાર આપતી એડવાઈઝરી સરકારે બહાર પાડી છે.
જમ્મુ અને કાશ્મીરના ગૃહ વિભાગે આ અંગે એક એડવાઈઝરી બહાર પાડી છે. જેમાં કહેવાયુ છે કે પર્યટકોના આગમન પર ગત ૨ ઓગસ્ટથી લાગેલા પ્રતિબંધને હટાવી લેવામાં આવ્યો છે. રાજ્યમાં આવવા ઈચ્છુક પર્યટકોને તમામ પ્રકારની જરૂરી મદદ અને અન્ય સહાયતા પ્રદાન કરવામાં આવશે.
કહેવાય છે કે આ નિર્ણયથી રાજ્યના પર્યટન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને એક નવી આશાનું કિરણ મળ્યું છે. જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠક ૭ ઓક્ટોબરના રોજ આયોજિત કરવામાં આવી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો કે ૧૦ ઓક્ટોબરથી પર્યટકો સંબંધિત એડવાઈઝરીને હટાવવામાં આવશે. પર્યટન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોના આ પગલાનું સ્વાગત થયું છે અને આશા વ્યક્ત કરવામાં આવી છે કે આ જાહેરાત બાદ હજુ વધુ પર્યટકો કાશ્મીર ખીણમાં આવશે.
શ્રીનગર આવેલા પર્યટક વેપારી કહે છે કે કાશ્મીર ખુબ સુંદર છે, અહીં બધુ જ છે. હવે એ તમારા પર નિર્ભર કરે છે કે સરકાર કાશ્મીરીઓને કેવી રીતે પ્રમોટ કરે છે, અમને આનંદ છે કે આ એડવાઈઝરીને હટાવવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીર પાસેથી વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કર્યાના ત્રણ દિવસ અગાઉ જ ૨ ઓગસ્ટના રોજ પ્રવાસીઓને જેટલું બને તેટલું જલ્દી ઘાટીમાં આવી પહોંચવા માટે કહેવામાં આવ્યું હતું. તે સમયે આવું કરવા પાછળ આતંકવાદી હુમલો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે ગયા સોમવારે ઘાટીમાં ગૃહ વિભાગ તરફથી જાહેર કરેલી ટ્રાવેલ એડવાઈઝરીને હટાવવાનો આદેશ આપ્યો હતો.
બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં ઘાટીમાં આવેલી મોટા હોટેલ વ્યવસાયીઓ અને પ્રવાસ સાથે જોડાયેલા સમૂહોએ રાજ્યપાલ સત્યપાલ મલિકના નિર્દેશોની અવગણના કરી હતી. ઘાટીમાં હજી પણ કેટલીક જગ્યાઓએ સંચાર વ્યવસ્થા ઠપ થયેલી છે. જેના કારણે મોબાઈલ ફોન અને ઈન્ટરનેટ સુવિધાઓ નથી મળી રહી. એવામાં હોટલ વ્યવસાયીઓને ફોન અને ઈન્ટરનેટની સુવિધા વગર પ્રવાસીઓને પોતાના તરફ આકર્ષિત કેવી રીતે કરવા તેના પર પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે.

Related posts

નાણામંત્રી નિર્મલા સિતારામનનું એલાન : મહિલાઓને મુદ્રા હેઠળ ૧ લાખની લોન : જનધન હેઠળ ૫૦૦૦નો ઓવરડ્રાફટ

Charotar Sandesh

મહારાષ્ટ્રમાં વિભાગોની વહેચણી : અજીત પવારને નાણા, અનિલ દેશમુખ ગૃહમંત્રી…

Charotar Sandesh

મહારાષ્ટ્ર વિધાનસભામાં હંગામો, સ્પિકરને ગાળો આપવા મુદ્દે ભાજપના ૧૨ ધારાસભ્ય સસ્પેન્ડ

Charotar Sandesh