Charotar Sandesh
ઉત્તર ગુજરાત

અંબાજી મંદિર અનલોક થતા જ પ્રથમ દિવસે જ ૧૯૨૨ ભક્તોએ કર્યા દર્શન…

અંબાજી : કોરોના વાયરસ મહામારી વચ્ચે શુક્રવારથી જગ વિખ્યાત અંબાજી મંદિર ભક્તો માટે ફરીથી ખોલવામાં આવ્યું છે. પહેલા દિવસે ૧૯૦૦થી વધુ માઈ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. સરકારની ગાઈડલાઈન મુજબ જ મંદિરમાં તમામ ભક્તોને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટેની અલગ-અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. યાત્રિકો માટે દર્શનનો સમય સવારે ૭.૩૦થી ૧૦.૪૫, બપોરે ૧થી ૪.૩૦ અને સાંજે ૭.૩૦થી ૮.૧૫ છે. યાત્રાળુઓ તથા ગ્રામજનોને દર્શન માટે યાત્રિક પ્લાઝાની બાજુમાંથી ટોકન કાઉન્ટર પરથી ટોકન લઈને જ પ્રવેશ મેળવવાનો રહેશે. કોરોના વાયરસને હું દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે.
જેને અનુલક્ષી દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિર બંધ કરવામાં આવ્યું હતું. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને બનાસકાંઠા કલેકટર, પોલીસ અધિક્ષક તથા વહીવટદાર અને નાયબ કલેકટર તેમજ અન્ય અધિકારીઓ દ્વારા દર્શન વ્યવસ્થાનું સંપૂર્ણ નિરિક્ષણ કર્યા બાદ શુક્રવારથી અંબાજી મંદિર ફરીથી ખુલ્લુ મુકાયું છે. યાત્રાળુઓની સલામતી માટે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર્શનની સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સુઘેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે,
સરકારની ગાઈડલાઈન પ્રમાણે તમામ ભક્તોનું મંદિરમાં પ્રવેશ પહેલા મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. ભક્તોના દર્શન માટે સવારે ૭.૩૦થી ૧૦.૪૫, બપોરે ૧થી ૪.૩૦ અને સાંજે ૭.૩૦થી ૮.૧૫ વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. દરેક વ્યક્તિને ટોકન સિસ્ટમથી દર્શન કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પહેલા દિવસે ૧૯૨૨ ભક્તોએ માં અંબાના દર્શનનો લાભ લીધો હતો.

Related posts

ગુજરાતમાં આન-બાન-શાનથી પ્રજાસત્તાક પર્વની ઉજવણી, રાજકોટમાં રાજ્યપાલે ફરકાવ્યો ત્રિરંગો…

Charotar Sandesh

અનેક ભાગોમાં ચોમાસાના વ૨સાદ જેવા ભા૨ે ઝાપટા : પાકને નુક્સાન…

Charotar Sandesh

Live : વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે, હજુય કેટલી સ્પીડે ફુંકાશે પવન : તે જાણવા ક્લીક કરો

Charotar Sandesh