Charotar Sandesh
ઉત્તર ગુજરાત

અમદાવાદના શાહપુરમાં પથ્થમારા મામલે પોલીસે ૧૬ આરોપીની કરી ધરપકડ…

પથ્થરમારાની ઘટના બાદ શહેરના સંવેદનશીલ વિસ્તારોના પેટ્રોલિંગમાં કરાયો વધારો…

અમદાવાદ : અમદાવાદમાં લોકાડાઉનનું લોકો પાલન કરી રહ્યા નથી જેને કારણે કોરોના બેકાબૂ બની રહ્યો છે. તો લોકડાઉનનું પાલન કરાવવા માટે પોલીસ દ્વારા સખત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોટ વિસ્તારમાં પેરા મિલિટરીની ટૂકડીઓ પણ મૂકવામાં આવી છે. કોરોના વાયરસનાં સૌથી વધારે કેસો કોટ વિસ્તારમાં જ છે. તેમ છતાં અહીંનાં લોકો દ્વારા લોકડાઉનનું પાલન કરવામાં આવતું નથી. અમદાવાદના શાહપુરમાં લોકડાઉનનું પાલન કરાવવા જતાં લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં શાહપુર પોલીસ સ્ટેશનનાં પીઆઈને ઈજા પહોંચી છે. હવે આ ઘટના મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના શાહપુરમાં પથ્થમારા મામલે મોટી કાર્યવાહી કરાતા પોલીસે ૧૬ આરોપીની ધરપકડ કરી છે.

આ ઘટના બાદ પોલીસે તપાસ કર્યા બાદ કોમ્બિંગ કરીને આરોપીને ઝડપ્યા હતા. પથ્થરમારાની ઘટના બાદ પેટ્રોલિંગમાં વધારો કરી દેવામાં આવ્યો છે. પોલીસ અને પેરામિલિટ્રીનું પેટ્રોલિંગ હાલ ચાલું છે. અમદાવાદના દરિયાપુર, ખાડિયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના શાહપુરમાં પથ્થરમારાની ઘટના બાદ તંત્ર કડક હરકતમાં આવી ગયું છે. અમદાવાદના અન્ય વિસ્તારોમાં પોલીસ અને પેરા મિલિટરીનું પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. શહેરના સંવેદનશીલ કહેવાતા દરિયાપુર, ખાડિયા, ગાયકવાડ હવેલી સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ કડક કરી દેવામાં આવ્યું છે.

અમદાવાદમાં બેકાબૂ બનતાં કોરોનાને લઈ તંત્ર દ્વારા હાલમાં જ વધારેની પેરામિલિટરી ફોર્સની ટીમ તહેનાત કરવામાં આવી છે. તેમ છતાં હજુ પણ કોટ વિસ્તારનાં લોકો લોકડાઉનનો ભંગ કરી રહ્યા છે. શાહપુરના રંગીલા પોલીસ ચોકી પાસે સરકીવાડમાં લોકડાઉનનું પાલન કરાવવા જતાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જે બાદ લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.

પથ્થરમારાની ઘટના બનતાં જ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી. અને સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટિયરગેસના શેલ છોડ્યા હતા. શાહપુરમાં પથ્થરમારાની ઘટના બનતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

Related posts

દ્વારકાના મોટા આસોટા ગામે આભ ફાટ્યુ : ૧૩ ઇંચ વરસાદ ખાબક્યો…

Charotar Sandesh

અમદાવાદ : ટ્રમ્પની નજર ન પડે એ માટે ઝુંપડપટ્ટી આડે દીવાલ બાંધવામાં આવી…!

Charotar Sandesh

કોરોના સંકટ જોતા જગન્નાથજીની ૧૪૩મી રથયાત્રા સાદાઈથી નીકળશે, કરાશે લાઈવ પ્રસારણ…

Charotar Sandesh