Charotar Sandesh
ઉત્તર ગુજરાત

અમદાવાદની સમરસ હોસ્ટેલમાંથી કોરોનાગ્રસ્ત દર્દી ફરાર, પોલીસે શરુ કરી શોધખોળ…

અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસનો કાળો કહેર દિવસેને દિવસે વકરી રહ્યો છે. રાજ્યની સિવિલ હોસ્પિટલોને કોવિડ-૧૯માં ફેરવી દેવામાં આવી છે. પરંતુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે સરકારી હોસ્પિટલોમાં ખરાબ સારવાર થઈ રહી છે. તેના અનેક ઉદાહરણ સામે આવીવ ચૂક્યા છે, તો કેટલાંક કિસ્સાઓમાં દર્દીઓ હોસ્પિટલ છોડીને ભાગી પણ જાય છે. ત્યારે આવો જે કેસ અમદાવાદની સમરસ હોસ્ટેલમાંથી સામે આવ્યો છે. અમદાવાદની સમરસ હોસ્ટેલમાં બનાવેલી કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ કોરોના પોઝિટીવ દર્દી ફરાર થઈ ગયો છે. આ દર્દીનું નામ મહમદ સમીર ઈબ્રાહિમ અન્સારી હોવાનું સામે આવ્યું છે. પોઝિટિવ દર્દી ગુરુવારે મોડી રાતે ફરાર થઈ ગયો છે. ત્રણ દિવસ પહેલા પોઝિટિવ રિપોર્ટ આવતા સમરસ હોસ્ટેલમાં લાવવામાં આવ્યો હતો.

પરંતુ ગુરુવારે મોડી રાતે વિઝિટ દરમિયાન દર્દી ગાયબ હોવાનું બહાર આવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ડોક્ટરે ફરિયાદ નોંધાવતા દર્દીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં સ્થિત સમરસ હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટરમાંથી એક દર્દી ફરાર થયો હોવાની વાત સામે આવી છે. ફરાર થનાર દર્દીનું નામ ૨૨ વર્ષીય મહમદ સમીર ઇબ્રાહિમ અન્સારી છે. તેનો ૨૫ મેએ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ યુવક બાપુનગરના પન્ના એસ્ટેટનો રહેવાસી છે. ત્યારબાદ સમરસ હોસ્ટેલના ડોક્ટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, બાપુનગરના ગરીબનગર ચાર રસ્તા પાસે રહેતા એક યુવકનો ૨૫ મેના રોજ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા સમરસ હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટરમાં બ્લોક નંબર મ્માં રાખવામાં આવ્યો હતો. ગુરુવારે મોડી રાતે ડોક્ટરો દર્દીઓની વિઝિટમાં નીકળ્યા ત્યારે દર્દી રૂમમાંથી ગાયબ હતો. આખી હોસ્ટેલમાં તપાસ કરતા યુવક મળી આવ્યો ન હતો. હોસ્ટેલમાં સિક્યુરિટી વચ્ચે પોઝિટિવ દર્દી ફરાર થઈ જતા અનેક સવાલ ઊભા થયા છે. કેર સેન્ટરમાંથી પોઝિટિવ દર્દી ભાગી જવાની બીજી ઘટના બની છે. થોડા દિવસ પહેલા જીફઁ હોસ્પિટલમાંથી પોઝિટિવ દર્દી ફરાર થઈ ગયો હતો ત્યારે ફરી એકવાર કોવિડ સેન્ટરમાંથી દર્દી નાસી જતાં સિક્યુરિટી અને દર્દીઓની કાળજી સામે સવાલ ઊભા થયા છે. પોલીસે દર્દીની શોધખોળ શરૂ કરી છે.

Related posts

ગોધરાના નદીસર ગામેથી નકલી આઇટીઆઇ સર્કિફિકેટ બનાવવાનું કૌભાંડ ઝડપાયુ…

Charotar Sandesh

ક્યાંક ઉત્સાહ તો ક્યાંક નિરસતા વચ્ચે ગુજરાતની છ બેઠક પર મતદાન શરૂ, બે કલાકમાં 4થી 7 % મતદાન થયું…

Charotar Sandesh

રાજકોટમાં વધુ ત્રણ કેસ પોઝિટિવ : કુલ આંકડો ૧૦૦ને પાર…

Charotar Sandesh