Charotar Sandesh
સ્પોર્ટ્સ

આઈપીએલ ૨૦૨૦માં કિંગ્સ ઇલેવન પંજાબમાં મેચ વિનર તરીકે ઉભરી રહ્યો છે પૂરણ…

દુબઈ : યુએઈમાં રમાઈ રહેલી આઈપીએલની સીઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબના બેટ્‌સમેન નિકોલસ પૂરણ મેચ વિનર ખેલાડી તરીકે ઉભરી આવ્યો છે. વાત બોલીંગની હોય કે પછી શાનદાર ફિલ્ડીંગની નિકોલસે દરેક જગ્યાએ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપ્યુ છે. નિકોલસે દર્શકોના દિલમાં થોડા સમયમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. ક્રિકેટના પ્રશંસકો તેનું શાનદાર ફોર્મ જોઇને ખુશખુશાલ છે. નિકોલસ પૂરણે અત્યાર સુધીમાં ૧૦ મેચ રમી છે જેમાં તેણે ૧૮૩.૨૨ ની સરેરાશથી ૨૯૫ રન બનાવ્યા છે. બે અડધી સદી પણ ફટકારી છે. મંગળવારે પણ દિલ્હી કેપિટલ્સ સામેની ઇનિંગ્સના ટીમને જીત અપાવી હતી.
પંજાબે અત્યાર સુધીમાં ચાર મેચ જીતી છે અને દરેક વખતે પૂરણે મહત્વની ભૂમિકા ભજવી છે. આ આઈપીએલ આઈપીએલ સીઝન પુરણ માટે ખૂબ જ ખાસ સાબિત થઈ રહી છે. જોકે ગયા વર્ષે તેના પર પ્રતિબંધ મુકાયો હતો ટીમમાંથી બહાર કાઢી દેવામાં આવ્યો હતો. નિકોલસ પૂરણ પર વર્ષ ૨૦૧૯ માં ૪ ટી ૨૦ મેચ માટે પ્રતિબંધ મૂકાયોહતો. લખનૌમાં બાંગ્લાદેશ સામેની વનડે સિરીઝની છેલ્લી મેચમાં તેણે બોલની સાથે ચેડા કર્યા હોય તેવુ જોવા મળ્યું હતું, ત્યારબાદ તેના પર આ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
બોલ ટેમ્પરિંગ માટે દોષી સાબિત થયા પછી, નિકોલસ પુરણે ચાહકો અને ક્રિકેટ બોર્ડની માફી માંગી હતી તેણે સજા સ્વીકારી અને કહ્યું કે ભવિષ્યમાં તે આવું કદી કરશે નહીં. કારકિર્દીની શરૂઆતમાં પુરણને ગંભીર ઈજા થઈ હતી, જેથી તેની કારકિર્દી જોખમમાં મુકાય હતી. ૨૦૧૫માં નિકોલસ પૂરણનો અકસ્માત થયો હતો ખેલાડીને એટલી ઈજા થઈ હતી કે તે છ મહિના સુધી ચાલવામાં પણ અસમર્થ હતો. આવી સ્થિતિમાં, કેયરન પોલાર્ડ તેની સહાય માટે આવ્યો હતો. અકસ્માત સમયે પુરણ લગભગ ૨૦ વર્ષનો હતો અને પોલાર્ડની મદદથી, તે ફરીથી ટીમમાં પાછો ફરવા માટે સક્ષમ બન્યો હતો.

Related posts

આઈપીએલ ૨૦૨૦ મેક્સવેલ ફ્લોપ થતા સોશિયલ મીડિયામાં થયો ટ્રોલ…

Charotar Sandesh

ફીફા મહિલા વિશ્વકપ : સ્વીડનને ૧-૦થી હરાવી નેધરલેન્ડનો ફાઇનલમાં પ્રવેશ

Charotar Sandesh

કોહલીએ બુમરાહને ટેસ્ટ ચેમ્પિયનમાં એકો ગણાવ્યો, રહાણેની પ્રશંસા કરી…

Charotar Sandesh