Charotar Sandesh
સ્પોર્ટ્સ

આઈપીએલ ૨૦૨૦ : ૨૨૨ કરોડમાં ડ્રિમ ૧૧ ટાઇટલ સ્પોન્સર બન્યું…

ડ્રિમ ૧૧ની ટાઇટલ સ્પોન્સરશિપનો ટાઈમ પીરિયડ ૧૮ ઓગસ્ટથી ડિસેમ્બર ૩૧ સુધીનો છે…

ન્યુ દિલ્હી : ફેન્ટસી ક્રિકેટ લીગ પ્લેટફોર્મ ડ્રિમ ૧૧એ ઇન્ડિયન પ્રીમિયર લીગ ટાઇટલ સ્પોન્સરશિપ ૨૨૨ કરોડમાં પોતાના નામે કરી છે. આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે આ વાત કન્ફર્મ કરી હતી. ડ્રિમ ૧૧એ ટાઇટલ સ્પોન્સરશિપની રેસમાં બાયજૂ, અન-એકેડમી, તાતા સન્સ અને રિલાયન્સ જિયો જેવી કંપનીઓને માત આપી છે. ડ્રિમ ૧૧ની ટાઇટલ સ્પોન્સરશિપનો ટાઈમ પીરિયડ ૧૮ ઓગસ્ટથી ડિસેમ્બર ૩૧ સુધીનો છે. આઈપીએલની ટાઇટલ સ્પોન્સરશિપ માટે ચીનમાં સ્માર્ટફોન ઉત્પાદક વીવો અને બીસીસીઆઈ વચ્ચે ૨૦૧૮માં કરાર કરવામાં આવ્યો હતો. કરાર પાંચ વર્ષનો હતો. કરાર મુજબ, વીવોએ દર વર્ષે બીસીસીઆઈને આઈપીએલ ટાઇટલ સ્પોન્સરશિપ માટે રૂ. ૪૪૦ કરોડ ચૂકવવાના હતા. એક રિપોર્ટ અનુસાર,
વીવો આઈપીએલ ૨૦૨૧માં ટાઇટલ સ્પોન્સરશિપ તરીકે પરત આવી શકે છે. આ વર્ષે આઈપીએલ ૨૦૨૦ યુએઈમાં યોજાશે કોરોના વાયરસ ચેપને કારણે, રમતો સહિતની તમામ પ્રવૃત્તિઓ અટકી ગઈ છે. ભારત પણ તેમાંથી બાકાત નથી. ભારતમાં રમતગમત માટે હાલની સ્થિતિ બરાબર નથી. આ કારણોસર, આઈપીએલ ૨૦૨૦ યુએઈમાં રમાશે. આ વર્ષે આઈપીએલ ૧૯ સપ્ટેમ્બરથી ૧૦ નવેમ્બર સુધી રમાશે. પતંજલિ આઈપીએલના મુખ્ય સ્પોન્સર તરીકે પ્રબળ દાવેદાર મનાતી હતી પણ બાબા રામદેવ કહે છે કે કંપની ત્યારે જ સ્પોન્સરશિપ માટે આગળ આવશે જ્યારે કોઈ અન્ય ભારતીય કંપની આગળ નહીં આવે.
તેમણે એ દાવાને નકારી કાઢ્યો કે પતંજલિએ સ્પોન્સરશિપ માટે બોલી લગાવી છે. બાયજૂ, અન-એકેડમી, તાતા સન્સ અને ડ્રીમ ઈલેવન જેવી કંપનીઓ રેસમાં હતી. બોર્ડ ૧૮ ઓગસ્ટે નવા સ્પોન્સરની જાહેરાત કરશે, જેનો કરાર ફક્ત આ સિઝન માટે જ હશે. કેકેઆર ટીમ ૨૦ કે ૨૧ ઓગસ્ટે ેંછઈ રવાના થશે. તેનો બેઝ અબુધાબીની ધ રિટ્‌ઝ-કાર્લટન હોટેલ હશે. આ હોટેલમાં કેકેઆરના માલિક શાહરુખ ખાનની ભાગીદારી છે. ખેલાડી બાયો-સિક્યોર બબલમાં રહેશે. જયદેવ ઉનડકટ નિયમિત સુકાની સ્મિથની ગેરહાજરીમાં રાજસ્થાન રોયલ્સની કેપ્ટન્સી કરશે. સ્મિથ ૈંઁન્ના શરૂઆતનાં અઠવાડિયામાં નહીં રમે કેમ કે તે સમયે તે આઈસોલેશનમાં રહેશે.

Related posts

પીવી સિંધૂએ આંગળીઓ પર નેઇલ આર્ટમાં ઓલિમ્પિકના પ્રતિક ચિતરાવ્યુ, તસવીર વાયરલ

Charotar Sandesh

માન્ચેસ્ટર ટેસ્ટ વિવાદ : ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ હવે ICC પાસે પહોંચ્યુ

Charotar Sandesh

ટીમ ઈન્ડિયાના ગુજરાતી ક્રિકેટર પાર્થિવ પટેલના પિતાનું થયું નિધન

Charotar Sandesh